હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
શુભમન-સારાની જૂની ઈન્સ્ટાગ્રામ ચેટ વાયરલ
શુભમન ગિલ અને સારા તેંડુલકરની જૂની ચેટ વાયરલ
શુભમન ગિલ અને સારા અલી ખાન જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારે તેમની બોન્ડ કેટલું મજબૂત હતું તેની સાબિતી આપતી બંનેની જૂની ઈન્સ્ટાગ્રામ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જૂન 2020માં ક્રિકેટરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી, જે એડિટ કરેલી હતી. તેમાં તે એક તરફ વર્કઆઉટ કરતો તો બીજી તરફ ખુરશીમાં બેસી હાથમાં ચાના કપ સાથે પેપર વાંચતો દેખાયો હતો. કેપ્શનમાં તેણે લખ્યું હતું ‘એક ફોક્સ્ડ છે જ્યારે અન્ય ચિલ કરી રહ્યો છે. આ અઠવાડિયે તમારો મૂડ કયો છે?’. તેના પર કોમેન્ટ કરતાં અલિશા નામની એક કોમન ફ્રેન્ડે લખ્યું હતું ‘અદ્દભુત એડિટ સ્કિલ’, તેને રિપ્લાય આપતા સારાએ લખ્યું હતું ‘તને ખરેખર લાગે છે કે આ તેણે જાતે કર્યું હશે?’. સારાએ આ તસવીર એડિટ કરીને આપી હશે તેમ તેની કોમેન્ટ પરથી લાગતું હતું. તો શુભમને તેના જવાબમાં લખ્યું હતું ‘મારી એડિટ સ્કિલની ઈર્ષ્યા ન કરીશ પ્લીઝ’.
ઓડિશા ટ્રેન અકસ્માતમાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે વીરેન્દ્ર સેહવાગે મદદનો હાથ લંબાવ્યો
સારાએ શુભમનને બર્થ ડે પર કર્યું હતું વિશ

શુભમન અને સારાની જૂની ચેટ વાયરલ
આ સિવાય શુભમન ગિલે એકવાર તેના બર્થ ડે પર ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું હતું. ત્યારે સારા તેંડુલકરે ઉત્સાહ સાથે ‘હેપ્પી બર્થ ડે’ લખ્યું હતું. અન્ય જે તેમની ચેટનો સ્ક્રીનશોટ વાયરલ થયો છે, તેમાં સારાએ કોઈ વાત માટે શુભમનને અભિનંદન પાઠવ્યા હતા. તેના જવાબમાં ક્રિકેટરે ‘ખૂબ ખૂબ આભાર’ લખ્યું હતું અને પિંક હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું હતું. શુભમન સાથે ખાસ બોન્ડ ધરાવતા હાર્દિક પંડ્યા પણ તેમની આ વાતચીતમાં વચ્ચે કૂદી પડ્યો હતો અને રિપ્લાયમાં લખ્યું હતું ‘તેના તરફથી મોસ્ટ વેલકમ’. જણાવી દઈએ કે, તેમના બ્રેકઅપ બાદ સારાએ શુભમનની જે પણ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી તે બધી કથિત રીતે ડિલિટ કરી દીધી હતી.
IPLમાં જોરદાર પ્રદર્શન બાદ રજાઓ માણવા માલદીવ પહોંચ્યો રિંકુ સિંહ, જુઓ PHOTOS
ઈંગ્લેન્ડમાં છે શુભમન અને સારા
સારા અલી ખાન સાથે વાંકુ પડ્યા બાદ શુભમન ગિલ ફરીથી સારા તેંડુલકર તરફ વળ્યો હોવાની અફવા ફરી શરૂ થઈ છે. હાલ તે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડમાં છે, જેની શરૂઆત 7 જૂનથી થવાની છે અને સમાપન તારીખ 11 જૂને છે. ઈંગ્લેન્ડ પહોંચતા જ સૂર્યકુમાર યાદવે શુભમન સાથેની તસવીર શેર કરીને જાણકારી આપી હતી. તેના થોડા જ કલાકમાં સારાએ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લંડનથી તસવીર શેર કરી હતી, તે અહીં વેકેશન મનાવવા ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
Read latest Cricket News and Gujarati News