2023માં શુભમન ગીલે મારેલી સેન્ચ્યૂરીની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ સામે 69 બોલમાં 129 રન શુભમન ગીલે આ મેચમાં એટલે કે, ક્વોલિફાયર મેચમાં મર્યા, જ્યારે હૈદરાબાદ સામે શુભમન ગીલે 58 બોલમાં 101 રન ફટકાર્યા હતા અને RCB સામે 52 બોલમાં 104 રન ફટકાર્યા હતા.
કે એલ રાહુલનો અણનમ સ્કોર
શુભમન ગિલ હવે IPLમાં ભારતીય બેટ્સમેન દ્વારા બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર ધરાવે છે, જ્યારે કેએલ રાહુલના નામે અણનમ 132 રન છે, રાહુલે 2020માં બેંગ્લોર સામે પંજાબ માટે આ રેકોર્ડ બનાવ્યો હતો. આટલું જ નહીં, શુભમન ગિલે આ સિઝનમાં 800 રન પણ પૂરા કર્યા. આ કારનામું કરનાર તે માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે. તેની પહેલા વિરાટ કોહલી અને જોસ બટલર આ કરી ચુક્યા છે.
પ્લેઓફમાં સૌથી ઝડપી સદી
શુભમન ગિલ પ્લેઓફમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે, જ્યારે એકંદરે 7મો ખેલાડી. ગિલની હાલની ઉંમર 23 વર્ષ 260 દિવસ છે. ગિલે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરવા માટે આગામી 50 રન બનાવવા માટે માત્ર 10 બોલ લીધા હતા. આ રીતે તેણે પ્લેઓફમાં સૌથી ઝડપી સદી ફટકારવાના મામલે રિદ્ધિમાન સાહા (2014 ફાઇનલ) અને રજત પાટીદાર (2022 એલિમિનેટર)ની બરાબરી કરી.