શુભમને પોતાના પ્રદર્શનને સુધાર્યું
શુભમન ગિલે IPLની આ સિઝનમાં પોતાનો સ્ટ્રાઈક રેટ 156 આસપાસ જાળવી રાખ્યો છે. આની પહેલાની સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 132 તો એની પહેલા 119 આસપાસ રહેતો હતો. આ સિઝન પહેલા તેના નામે એકપણ સેન્ચુરી નહોતી અને અત્યારે બેક ટુ બેક સદી ફટકારી રહ્યો છે. મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી શુભમન ગિલે કહ્યું કે ગત વેસ્ટઈન્ડિઝ ટૂરથી મને લાગતુ હતું કે મે ગિયર બદલવાનું શરૂ કરી દીધું છે. હું ગત સિઝનમાં ઈજાગ્રસ્ત થઈ ગયો હતો પરંતુ મેં મારી ગેમ પર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. મેં કેટલાક મારા નબળા પોઈન્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. ન્યૂઝીલેન્ડ સિરીઝ પછી મેં મારી ટેકનિકમાં ફેરફાર કર્યા હતા.
5 સિઝનમાં 47 છગ્ગા ફટકાર્યા
શુભમન ગિલે IPL 2018માં ડેબ્યૂ કર્યું હતું. 2018થી 2022 વચ્ચે ગિલે કુલ 47 છગ્ગા ફટકાર્યા હતા. આ સીઝનમાં જ તેણે અત્યારસુધી 33 છગ્ગા ફટકારી દીધા છે. આની પહેલા 12 છગ્ગા વર્ષ 2021ની સિઝનમાં તેણે ફટકાર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ગિલે 10 છગ્ગા ફટકારી દીધા હતા.
હેન્ડ એન્ડ આઈ કોર્ડિનેશન
શુભમન ગિલ જ્યારે પણ બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે ત્યારે તેની ક્લાસિક ઈનિંગના કારણે એ ચર્ચામાં આવે છે. એટલું જ નહીં હવે તેને પોતાની રમત પર જે પ્રમાણે ફેરફાર કર્યા છે એમાં તે હંમેશા ટાઈમિંગની મદદથી શોટ્સ મારે છે. તેના શોટ સિલેક્શનમાં રિસ્ક ઓછું હોય છે. તથા બાઉન્ડ્રીઓ પર વધારે ફોકસ કરતો હોય તેમ લાગે છે. નોંધનીય છે કે એકવાર સેટ થયા પછી ગિલ છગ્ગા ફટકારતો આવે છે.
રનિંગ બિટવિન ધ વિકેટમાં શાનદાર
ગિલ હવે બોલરની લાઈન એન્ડ લેન્થને પરખી શોટ સિલેક્ટ કરે છે. તે વધારે પાવરહિટ કરવા પર ધ્યાન નથી આપતો પરંતુ શોટ ટાઈમ કરતો આવે છે. જેના કારણે મિડલ ઓવર્સમાં તેને બાઉન્ડ્રી તો મળે છે. પરંતુ આની સાથે તેની રનિંગ બિટવિન ધ વિકેટ શાનદાર હોવાથી સિંગલના ડબલ રન પણ ફાસ્ટ ભાગે છે. આ નવી ટેકનિક શુભમનને ફળી ગઈ છે. જેના કારણે આ ખેલાડી બેક ટૂ બેક સેન્ચુરી પણ ફટકારી રહ્યો છે.