Today News

shubhaman gill catch controversy, WTC Final: મે જે કેચ પકડ્યો એ.. કેમરોન ગ્રીને ચુપ્પી તોડી, શુભમનના વિવાદાસ્પદ કેચનું સત્ય જણાવ્યું – cameron green statement on shubman gill controversy catch wtc final

shubhaman gill catch controversy, WTC Final: મે જે કેચ પકડ્યો એ.. કેમરોન ગ્રીને ચુપ્પી તોડી, શુભમનના વિવાદાસ્પદ કેચનું સત્ય જણાવ્યું - cameron green statement on shubman gill controversy catch wtc final


લંડનઃ WTC ફાઈનલ 2023 અત્યંત રોમાંચક મોડમાં આવી ગઈ છે. ધ ઓવલ મેદાનમાં રમાઈ રહેલી મેચ અંતિમ દિવસે ચેમ્પિયન ટીમને નક્કી કરશે. આજે 11 જૂને છેલ્લો દિવસ છે ત્યારે ચોથા દિવસના અંત સુધીમાં 3 વિકેટના નુકસાને ઈન્ડિયન ટીમે 164 રન કર્યા છે. હવે ભારતે આ મેચ જીતવી હશે તો છેલ્લા દિવસે 280 રન કરવાના છે. જોકે આ દરમિયાન બધાની નજર એક જ કિસ્સા પર રહેલી છે. જે રીતે ઈન્ડિયન ઓપનર શુભમન ગિલને આઉટ અપાયો તે વિવાદ વકર્યો છે. શુભમનના કેચને લઈને અત્યારે ઘણા વિવાદો સામે આવ્યા છે.

કેમરોન ગ્રીને કેચ પકડ્યો
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને એક એવો કેચ પકડ્યોહતો જેને લઈને વિવાદ થઈ રહ્યો છે. જ્યારે કેમરોન ગ્રીને કેચ પકડ્યો ત્યારે લાગ્યું કે બોલ જમીન પર બાઉન્સ બેક થઈને પછી તેના હાથમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતની બીજી ઈનિંગની સાતમી ઓવર ઓસ્ટ્રેલિયા તરફથી સ્કોટ બોલેન્ડ નાખી રહ્યો હતો. બોલેન્ડની આ ઓવરના પહેલા બોલ પર જ શુભમન ગિલ આઉટસાઈડ એડ્જના કારણે સ્લિપમાં કેચ આઉટ થયો હતો. જોકે એક ક્ષણે લાગ્યું કે બોલ તેમના હાથમાં આવી ગયો છે પરંતુ બીજા ક્ષણે જ્યારે રિપ્લેમાં જોયું તો દિગ્ગજો સહિત ફેન્સને લાગ્યું કે બોલ જમીન પર ટચ થઈ ગયો છે.

જોકે તેમ છતા થર્ડ અમ્પાયરે આ કેચને યોગ્ય ગણાવ્યો અને શુભમનને આઉટ જાહેર કરી દીધો હતો. તેવામાં આ કેચને લઈને ગ્રીન શું વિચારે છે એના પર નજર કરીએ.

મે જે કેચ પકડ્યો એ…
કેમરોન ગ્રીને જણાવ્યું કે તે સમયે મેં જ્યારે કેચ પકડ્યો ત્યારે મને લાગ્યું કે મે ક્લિન કેચ પકડી લીધો છે. તે સમયે સ્પષ્ટપણે મને ખાતરી હતી કે ગિલ આઉટ છે. આમા કોઈ શંકાને સ્થાન જ નથી. પરંતુ છતા મે બધુ થર્ડ અમ્પાયર પર છોડી દીધું અને આ કેચને તેમને પણ માન્ય રાખ્યો હતો.

કોહલી અને રહાણેએ આશા જગાવી
કેપ્ટન રોહિત શર્માએ બીજા દાવમાં પ્રભાવશાળી બેટિંગ કરી હતી. જોકે, સ્પિનર નાથન લાયનના બોલ પર તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. આઉટ થતાં પહેલા તેણે એક સિક્સર અને સાત ચોગ્ગાની મદદથી 60 બોલમાં 43 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે અનુભવી ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા એક ખોટો શોટ રમીને આઉટ થઈ ગયો હતો. પૂજારા પણ સેટ થઈ ગયો હતો અને ઘણી સારી લયમાં જોવા મળ્યો હતો. પરંતુ ઉતાવળ કરવામાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે 47 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું.

જોકે, સ્ટાર બેટર વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ લડત આપી હતી. વિરાટ કોહલી પણ પ્રથમ દાવમાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ બીજા દાવમાં તે ફોર્મમાં રમી રહ્યો છે. તેણે શાનદાર અંદાજમાં બેટિંગ કરી હતી. ભારતની જીતનો મદાર હવે કોહલી અને રહાણે પર નિર્ભર છે. વિરાટ કોહલી 60 બોલમાં 44 રન નોંધાવીને રમતમાં છે જેમાં તેણે સાત ચોગ્ગા ફટકાર્યા છે. જ્યારે રહાણે ત્રણ ચોગ્ગા સાથે 59 બોલમાં 20 રન નોંધાવીને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને નાથન લાયને એક-એક વિકેટ ઝડપી હતી.

Exit mobile version