18 ઈનિંગ પછી પાર્ટનરશિપ થઈ
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી યશસ્વી અને શુભમનની જોડીએ એટેકિંગ રમત રમી અને પાંચ ઓવરમાં જ 50 રનની પાર્ટનરશિપ કરી હતી. વર્ષ 2022માં ઈન્ડિયન ઓપનિંગ જોડીએ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ફિફ્ટી પ્લસની પાર્ટનરશિપ કરી હતી. ત્યારપછીથી 18 ઈનિંગ પછી કોઈ ઈન્ડિયન ઓપનિંગ જોડીએ ટી-20 ઈન્ટરનેશનલમાં 50+ની પાર્ટનરશિપ કરી હતી. બંનેએ જોરદાર રમત રમી અને પાવરપ્લેમાં 66 રન ફટકાર્યા હતા. વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ ભારતની આ ત્રીજો બેસ્ટ પાવરપ્લે સ્કોર છે. વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ સૌથી વધુ રન 2019માં 72/0 અને 67/2 ઈન્ડિયન ઓપનરે 2016માં કર્યો હતો. આ શરૂઆતે જ ટીમની જીત નક્કી કરી લીધી છે.
આ બંને યુવા બેટ્સમેનોએ એક જ ઓવરમાં ફિફ્ટી ફટકારી
બંનેના સ્કોર લગભગ એક સાથે ચાલી રહ્યા હતા. ભારતનો કુલ સ્કોર 10મી ઓવરમાં ત્રણ અંક પર પહોંચ્યો હતો અને 11મી ઓવરમાં પહેલા ગિલે 30 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી, બે બોલ બાદ યશસ્વીએ 32 બોલમાં ચોગ્ગાની મદદથી પોતાની રેકોર્ડ અડધી સદી પૂરી કરી હતી.
મને સચિન-સૌરવની યાદ અપાવી
ભારતીય ઓપનરોએ વિદેશી ધરતી પર ટી-20માં છ વખત સદીની ભાગીદારી કરી છે અને દરેક વખતે તેની જોડી અલગ રહી છે. આ યાદીમાં રોહિત શર્મા-શિખર ધવન, કેએલ રાહુલ-રોહિત શર્મા, ગૌતમ ગંભીર-વીરેન્દ્ર સેહવાગ, વિરાટ કોહલી-કેએલ રાહુલ, મનદીપ સિંહ-કેએલ રાહુલના નામ છે. પરંતુ જ્યારે યશસ્વી અને શુભમન રમી રહ્યા હતા ત્યારે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ખતરનાક ઓપનિંગ જોડી મિસ થઈ રહી હતી. આ ઇનિંગ દરમિયાન જ્યાં યશસ્વીએ 11 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, ત્યાં શુભમન ગિલે ત્રણ ચોગ્ગા અને પાંચ જબરદસ્ત છગ્ગા ફટકાર્યા હતા.