ઈબાદત હુસૈન બોલિંગ કરી રહ્યો હતો. બોલ સ્ટમ્પ પર અથડાયો હતો અને બેલ્સ પડી ન હતી. જેના કારણે ઈબાદત હુસૈન આશ્ચર્યમાં મૂકાયો હતો. તે નજીક જઈને જોવા લાગ્યો હતો કે શું થયું હતું. આમ શ્રેયસ ઐય્યરનું નોટ આઉટ રહેવું ભારત માટે ફાયદા માટે રહ્યું હતું કેમ કે તેણે અને પૂજારાએ ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી
ભારતના ટોચના બેટર્સ રહ્યા ફ્લોપ
ભારત માટે સુકાની લોકેશ રાહુલ અને શુભમન ગિલની જોડી બેટિંગમાં આવી હતી. નિયમિત સુકાની રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવાના કારણે કેપ્ટનસીની જવાબદારી રાહુલ પર હતી. રાહુલ અને ગિલની જોડી અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. ટીમનો સ્કોર 41 રન હતો ત્યારે શુભમન ગિલ આઉટ થયો હતો. તેણે 40 બોલમાં 20 રન નોંધાવ્યા હતા. જ્યારે લોકેશ રાહુલ 22 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. શાનદાર ફોર્મમાં રમી રહેલો વિરાટ કોહલી ફ્કત એક જ રન નોંધાવી શક્યો હતો. વિકેટકીપર બેટર રિશભ પંતે આક્રમક ઈનિંગ્સ રમી હતી પરંતુ ઝડપથી આઉટ થઈ ગયો હતો. તેણે 45 બોલમાં છ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 46 રન ફટકાર્યા હતા.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ