Today News

shah rukh khan promises rinku singh, કોઈના માટે જે કામ ન કર્યું તે કામ હવે રિન્કુ સિંહ માટે કરશે શાહરૂખ, ક્રિકેટરને આપ્યું વચન – shah rukh khan promises rinku singh to attend his marriage

shah rukh khan promises rinku singh, કોઈના માટે જે કામ ન કર્યું તે કામ હવે રિન્કુ સિંહ માટે કરશે શાહરૂખ, ક્રિકેટરને આપ્યું વચન - shah rukh khan promises rinku singh to attend his marriage


બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન, ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક છે. થોડા સપ્તાહ પહેલા તેમની ટીમમાં સામેલ ક્રિકેટર રિન્કુ સિંહે ગુજરાત ટાઈટન્સ સામે 5 બોલ પર 5 છગ્ગા લગાવતાં તે ઝૂમી ઉઠ્યા હતા. સાથે જ શાહરૂખે રિન્કુને ડેડિકેટ કરીને ટ્વિટર પર એક પોસ્ટ પણ શેર કરી હતી, પરંતુ શું તમે જાણો છો કે, શાહરૂખે રિન્કુને ફોન પણ કર્યો હતો અને તેને એક વાયદો કર્યો હતો. એવો વાયદો કે, જે તેઓ કોઈને કરતા નથી. આ અંગેનો ખુલાસો રિન્કુએ પોતે કર્યો હતો.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

તારા લગ્નમાં જરૂર આવીશ ને નાચીશઃ શાહરૂખ
રિન્કુ સિંહે હવે ખુલાસો કર્યો છે કે, શાહરૂખ ખાને તેને પર્સનલી ફોન કર્યો હતો અને લગ્ન અંગે વાતચીત કરી હતી. રિન્કુએ કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, લોકો મને લગ્નમાં બોલાવે છે, પરંતુ હું જતો નથી. જોકે, તારા લગ્નમાં જરૂર આવીશ અને ડાન્સ પણ કરીશ. અભિનેતા શાહરૂખ ખાન અત્યારે તો રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી તાપસી પન્નુ પણ છે. શાહરૂખ અને રાજકુમાર પહેલી વખત એકસાથે કામ કરી રહ્યા હતા. ત્યારે આ ફિલ્મ આ જ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે. અત્યારે શાહરૂખની ‘જવાન’ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, જેને સાઉથ ડિરેક્ટર એટલીએ ડિરેક્ટ કરી છે. તેમાં શાહરૂખની સાથે નયનતારા જોવા મળશે. એટલું જ નહીં, અભિનેત્રી દિપીકા પાદુકોણે એક સ્પેશિયલ સોન્ગ પણ કર્યું છે. આ ઉપરાંત ફેન્સ શાહરૂખ અને સલમાન ખાનની સ્ક્રિન પર ટક્કર જોવા માટે પણ ઉત્સુક છે. તે ફિલ્મનું નામ છે ‘ટાઈગર વર્સિઝ પઠાન’.

રિન્કુએ ગુજરાત ટાઈટન્સના બોલરને ધોયો હતો
મહત્વનું છે કે, રિન્કુ સિંહે હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ રમી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમના બોલરને જોરદાર ધોયો હતો. ત્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના માલિક શાહરૂખ ખાને જોરદાર ઉજવણી કરી હતી. આ સાથે જ શાહરૂખ કોઈને ન કરે તેવો વાયદો પણ કરી નાખ્યો હતો.

Exit mobile version