આ મામલાની તપાસ માટે હરિયાણાના આઈજીએ એક સમિતિ બનાવી છે. બીજી તરફ સંદીપ સિંહે દાવો કર્યો હતો કે, કોચે તેમની છબિ ખરાબ કરી છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સમિતિનો રિપોર્ટ ન આવી જાય, ત્યાં સુધી તેઓ નૈતિકતાના આધાર પર પોતાનો વિભાગ મુખ્યમંત્રીને સોંપી રહ્યા છે.
સંદીપ સિંહે કહ્યું કે, ‘બધાને ખબર છે કે, મારી છબિ ખરાબ કરવા માટે એક વાતાવરણ ઊભું કરાયું છે. એક જૂનિયર કોચે ખોટા આરોપ લગાવ્યા છે. હું ઈચ્છું છું કે, ખાટા આરોપોની તપાસ થાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી થયા પછી મુખ્યમંત્રીજી નિર્ણય લેશે.’
બીજી તરફ મહિલા કોચે અંબાલામાં ગૃહ મંત્રી અનિલ વિજ સાથે મુલાકાત કરી હતી. મહિલા કોચે કહ્યું કે, ‘તેમણે (સંદીપ સિંહે) મને શારીરિક અને માનસિક રીતે હેરાન કરી. મેં તમને નજરઅંદાજ કરવા પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સતત મને પરેશાન કરતા રહ્યા. મને આશા છે કે, કાર્યવાહી થશે.’ ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું કે, ‘મેં તેમની (મહિલા કોચ)ની ફરિયાદ સાંભળી. હું આ મામલે મુખ્યમંત્રી સાથે વાત કરીશ. અમે ન્યાય સુનિશ્ચિત કરીશું.’
સરકારી આવાસમાં બોલાવી છેડતીનો આરોપ
ઉલ્લેખનીય છે કે, 29 ડિસેમ્બરે નેશનલ એથલીટ અને હરિયાણામાં નિયુક્ત જૂનિયર કોચે ખેલ મંત્રી સંદીપ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેથી હડકંપ મચી ગયો હતો. મહિલા કોચે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના ખેલ મંત્રી સંદીપ સિંહે તેમને સરકારી આવાસમાં બોલાવી છેડતી કરી. તેમણે આરોપ લગાવ્યો કે, સંદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમની સાથે કોન્ટેક્ટ કર્યો હતો. પીડિતાએ ઈનેલો નેતા અભય ચૌટાલા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી ખેલ મંત્રી સામે કાર્યવાહીની માગ કરી હતી.
‘ઈન્સ્ટાગ્રામ દ્વારા કર્યો હતો કોન્ટેક્ટ’
400 મીટર નેશનલ એથલીટે હરિયાણા એથલિટિક્ટ કોચ પંચકુલા જોઈન કર્યું હતું. મહિલા કોચે જણાવ્યું કે, ખેલ મંત્રી સંદીપ સિંહે ઈન્સ્ટાગ્રામ દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો. પીડિતાએ કહ્યું કે, ખેલ મંત્રીએ વેનિશ મોડ પર વાત કરી, જેથી 24 કલાક પછી મેસેજ ડિલીટ થઈ ગયો. પીડિતા મુજબ, ‘તેમણે મને સ્નેપચેટ પર વાત કરવા કહ્યું. પછી મને ચંદીગઢ સેક્ટર 7 લેક સાઈડ પર મળવા કહ્યું. હું ન ગઈ તો, તે મને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક અને અનબ્લોક કરતા રહ્યા.’
‘મારા પગ પર પોતાનો હાથ મૂક્યો’
મહિલા કોચે આરોપ લગાવ્યો કે, ‘પછી તેમણે મને ડોક્યુમેન્ટના બહાને ઘરે બોલાવી. ત્યાં તેઓ મને એલગ કેબિનમાં લઈને ગયા અને મારી સાથે ગેરવર્તન કર્યું. મારા પગ પર હાથ મૂક્યો અને મને કહ્યું કે, તું મને રાખ, હું તમને ખુશ રાખીશ.’ પીડિતા મુજબ, ‘હું કોઈ રીતે મારી જાતને બચાવીને ભાગી. સ્ટાફ મારી હાલત જોઈ હસતો રહ્યો. મેં ડીજીપીથી લઈને સીએમ ઓફિસમાં કોલ કર્યો, પરંતુ કોઈ મદદ ન મળી.’
નેશનલ એથલીટે કહ્યું કે, ‘જ્યારે મેં સંદીપ સિંહની વાત ન માની, તો તમણે મારી ટ્રાન્સફર કરી દીધી અને ટ્રેનિંગ પણ રોકાવી દીધી. મારી ટ્રાન્સફર ઝજ્જર કરી દેવાઈ છે, જ્યાં 100 મીટરનું પણ ગ્રાઉન્ડ નથી.’
મંત્રી સામે કઈ કલમો અંતર્ગત નોંધાઈ છે ફરિયાદ?
મહિલા કોચે ચંદીગઢના એસપી સાથે મુલાકાત કરી ખેલ મંત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલા કોચ તરફથી કરાયેલી ફરિયાદા મામલે મંત્રી સામે આઈપીસીની કલમ 354, 354એ, 354બી, 342, 506 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.