Today News

saurashtra ranji trophy champion, સૌરાષ્ટ્ર માટે સુપર સન્ડે: ક્રિકેટના મેદાન પર કાઠિયાવાડીઓએ કરી દીધી કમાલ – super sunday for saurashtra as team win second ranji trophy tital and jadeja hero in second test victory against australia

saurashtra ranji trophy champion, સૌરાષ્ટ્ર માટે સુપર સન્ડે: ક્રિકેટના મેદાન પર કાઠિયાવાડીઓએ કરી દીધી કમાલ - super sunday for saurashtra as team win second ranji trophy tital and jadeja hero in second test victory against australia


રવિવારનો દિવસ સૌરાષ્ટ્ર માટે સુપર સન્ડે સાબિત થયો હતો. ક્રિકેટના મેદાન પર સૌરાષ્ટ્રના ખેલાડીઓએ કમાલ કરી દીધી હતી. પહેલા તો સૌરાષ્ટ્રની ટીમે બંગાળને હરાવીને રણજી ટ્રોફી જીતી લીધી હતી. બાદમાં સૌરાષ્ટ્રના સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઘાતક બોલિંગની મદદથી ભારતે દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ ભારતે ચાર ટેસ્ટની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. જાડેજા ઉપરાંત પોતાની 100મી ટેસ્ટ રમનારા સૌરાષ્ટ્રના બેટર ચેતેશ્વર પૂજારાએ નાની પરંતુ મહત્વની ઈનિંગ્સ રમીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ સૌરાષ્ટ્ર અને તેના ખેલાડીઓ માટે રવિવાર સુપર સન્ડે સાબિત થયો હતો.

સૌરાષ્ટ્ર બીજી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું
સૌરાષ્ટ્રની ટીમે બીજી વખત રણજી ટ્રોફી જીતી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં રમાયેલી ફાઈનલમાં સૌરાષ્ટ્રનો સામનો બંગાળ સામે હતો. સૌરાષ્ટ્રના બોલર્સની શાનદાર બોલિંગ સામે બંગાળની ટીમ પ્રથમ દાવમાં 174 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જેમાં શાહબાઝ અહેમદે 69 અને અભિષેક પોરેલે 50 રન નોંધાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે કેપ્ટન જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયાએ ત્રણ-ત્રણ તથા ચિરાગ જાની અને ધર્મેન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ પોતાના નામે કરી હતી. પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રના બેટર્સે પણ લાજવાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમે 404 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. જેમાં હાર્વિક દેસાઈએ 50, શેલ્ડન જેક્સને 59 અને ચિરાગ જાનીએ 60 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે અર્પિત વસાવડાએ સૌથી વધુ 81 રન ફટકાર્યા હતા.

બીજા દાવમાં બંગાળની ટીમે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જયદેવ ઉનડકટની ઝંઝાવાતી બોલિંગ સામે તે ટકી શકી ન હતી. બંગાળની ટીમ બીજા દાવમાં 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં કેપ્ટન મનોજ તિવારીએ સૌથી વધુ 68 રન નોંધાવ્યા હતા. ઉનડકટે 85 રન આપીને છ વિકેટ ઝડપી હતી. જ્યારે ચેતન સાકરિયાએ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. 14 રનના આસાન લક્ષ્યાંકને સૌરાષ્ટ્રની ટીમે એક વિકેટ ગુમાવીને પાર પાડ્યો હતો અને બીજી વખત રણજી ટ્રોફી ટાઈટલ જીત્યું હતું.

સૌરાષ્ટ્રનો અર્પિત વસાવડા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પિયન બની જેમાં તેના બેટર અર્પિત વસાવડાને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. અર્પિતે 10 મેચમાં 53.07ની સરસાઈ સાથે 907 રન નોંધાવ્યા હતા. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન નોંધાવવાના મામલે બીજા ક્રમે રહ્યો હતો. જ્યારે મયંક અગ્રવાલે 9 મેચમાં 990 રન નોંધાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ પણ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 10 મેચમાં 43 વિકેટ ખેરવી હતી. સૌથી વધુ વિકેટ નોંધાવવામાં તે પાંચમાં ક્રમે રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે સૌરાષ્ટ્રના સ્ટાર રવિન્દ્ર જાડેજાની કમાલ
એક તરફ કોલકાતામાં સૌરાષ્ટ્રની ટીમે ધમાલ મચાવી હતી તો દિલ્હીમાં સૌરાષ્ટ્રના સ્ટાર ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં કમાલ કરી હતી. જાડેજાએ બીજા દાવમાં 42 રન આપીને સાત વિકેટ ખેરવી હતી અને ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની ઘાતક બોલિંગના કારણે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 113 રનમાં સમેટાઈ ગયો હતો અને ભારતે છ વિકેટ વિજય નોંધાવ્યો હતો. જાડેજાએ પ્રથમ દાવમાં ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. આમ તેણે બીજી ટેસ્ટમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ ટેસ્ટ સૌરાષ્ટ્રના સ્ટાર ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટ હતી. પ્રથમ દાવમાં તે ખાતું ખોલાવી શક્યો ન હતો. પરંતુ બીજા દાવમાં તેણે નાના લક્ષ્યાંક સામે 31 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.

Exit mobile version