sanjay bangar, પહેલા ટીમ ઈન્ડિયામાંથી હાંકી કઢાયો, હવે IPLમાંથી પણ થઈ હકાલપટ્ટી, કોણ છે આ કમનસીબ કોચ? - ipl royal challengers bangalore end stint of mike hesson and sanjay bangar

sanjay bangar, પહેલા ટીમ ઈન્ડિયામાંથી હાંકી કઢાયો, હવે IPLમાંથી પણ થઈ હકાલપટ્ટી, કોણ છે આ કમનસીબ કોચ? – ipl royal challengers bangalore end stint of mike hesson and sanjay bangar


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તેના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને કોચ સંજય બાંગર આગામી સિઝનમાં ટીમ સાથે જોવા મળશે નહીં. મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો તેમના રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ પણ નવા કોચની શોધમાં છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે વર્તમાન બોલિંગ કોચ એડમ ગ્રિફિથ ટીમ સાથે યથાવત રહેશે કે નહીં. માઈક હેસન અને સંજય બાંગરને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીના નજીકના માનવામાં આવે છે. કહેવાય છે કે વિરાટ કોહલી સાથે બંનેનું સારું ટ્યુનિંગ રહ્યું છે. નોંધનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોર હજી સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીતી શક્યું નથી.

ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર થઈ ગયો હતો
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સંજય બાંગર 2014 થી 2019 સુધી ભારતીય પુરુષ ટીમનો બેટિંગ કોચ હતો. જોકે, વર્લ્ડકપ 2019ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ સંજય બાંગરનો ભોગ લેવામાં આવ્યો હતો. મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણ ટીમ ઈન્ડિયાના નવા કોચિંગ સ્ટાફમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા હતા, પરંતુ સંજય બાંગરને બેટિં કોચ તરીકે હાંકી કાઢવામાં આવ્યો હતો. સંજય બાંગરના સ્થાને વિક્રમ રાઠોરને નવા બેટિંગ કોચ બનાવવામાં આવ્યો હતો. સંજય બાંગર બાદમાં બેંગલોરનો મુખ્ય કોચ બન્યો અને ઓફ-સિઝન કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું. સંજય બાંગરે 2001 અને 2004 વચ્ચે ભારત માટે 12 ટેસ્ટ અને 15 વન-ડે ઈન્ટરનેશનલ મેચ પણ રમી હતી.

લખનૌ સુપરજાયન્ટ્સે પણ હેડ કોચ બદલ્યો
ફ્રેન્ચાઈઝી હવે એવા વ્યક્તિની શોધમાં છે જે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને તેમનું પ્રથમ ટાઈટલ અપાવી શકે. ટીમ 2023ની આવૃત્તિમાં પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી, જેના પછી બેંગલોરના ચાહકોને ભારે ઝટકો લાગ્યો હતો. અન્ય IPL ટીમોએ તેમના કોચિંગ સેટ-અપમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. લખનૌ સુપર જાયન્ટ્સે એન્ડી ફ્લાવરના સ્થાને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર અને કોચ જસ્ટિન લેંગરને મુખ્ય કોચ બનાવ્યો છે. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ સુકાની ફ્લાવર પહેલાથી જ ઘણી ફ્રેન્ચાઈઝી સાથે વાતચીત કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં નવો રસ્તો અપનાવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *