Today News

sania mirza, દગો મળ્યા બાદ અલગ થઈ Sania Mirza! પરંતુ દીકરા ઈઝ્હાન માટે પપ્પા Shoaib Malikથી દૂર રહેવું મુશ્કેલ! – when sania mirza described how it was difficult for her and son to stay away from husband shoaib malik

sania mirza, દગો મળ્યા બાદ અલગ થઈ Sania Mirza! પરંતુ દીકરા ઈઝ્હાન માટે પપ્પા Shoaib Malikથી દૂર રહેવું મુશ્કેલ! - when sania mirza described how it was difficult for her and son to stay away from husband shoaib malik


ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા (Sania Mirza) અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું (Shoaib Malik) 12 વર્ષનું લગ્નજીવન કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. તેઓ અલગ-અલગ રહેતા હોવાની ચર્ચા છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે તો કેટલાક રિપોર્ટ્સમાં બંનેના ઘણા સમય પહેલા જ ડિવોર્સ થઈ ગયા હોવાનું કહેવાયું છે. સાનિયા તેના ચાર વર્ષના દીકરા ઈઝ્હાન સાથે દુબઈમાં રહે છે જ્યારે શોએબ પરિવાર સાથે પાકિસ્તાનમાં. જો કે, બંનેમાંથી કોઈએ પણ આ વિશે હજી સુધી પુષ્ટિ કરી નથી પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા હિંટ જરૂરથી આપતાં આવ્યા છે. આ દરમિયાન સાનિયા મિર્ઝાનું એક જૂનું ઈન્ટરવ્યૂ વાયરલ થયું છે જેમાં તેનો દીકરો પિતાથી વધારે સમય દૂર રહી ન શકતો હોવા વિશે વાત કરતી જોવા મળી હતી.

સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના થઈ ગયા ડિવોર્સ? હાલ દુબઈમાં દીકરા સાથે રહે છે ટેનિસ સ્ટાર

મહામારી દરમિયાન અલગ-અલગ દેશમાં હતા


કોરોના મહામારી દરમિયાન સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ-અગ દેશમાં હતા. સાનિયા દીકરા સાથે ભારતમાં જ્યારે શોએબ માતા સાથે પાકિસ્તાનમાં હતો. તે વખતે એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેને મુશ્કેલ સમય ગણાવ્યો હતો કારણ કે બંને એકબીજાથી દૂર હતા. તેણે કહ્યું હતું કે, આખો પરિવાર સાથે રહે તેમ તે ઈચ્છે છે કારણ કે ઈઝ્હાન અને તેના માટે શોએબથી દૂર રહેવું સરળ નથી. તેણે ઉમેર્યું હતું ‘હું પરત ફરવાની રાહ જોઈ રહી છું. મારા માટે જેમ પતિથી દૂર રહેવું સરળ નથી તેમ ઈઝ્હાન માટે પણ પિતાથી દૂર રહેવું મુશ્કેલ છે. વીડિયો કોલથી તમને તે લાગણીઓ અનુભવી શકતા નથી’.

લગ્નજીવનમાં ચાલી રહેલા ડખાના લીધે ચર્ચામાં સાનિયા મિર્ઝા, એક સમયે આ એક્ટરના પ્રેમમાં હતી!

સાનિયા અને શોએબના 12 વર્ષના લગ્નજીવનનો અંત!


રિપોર્ટ્સ પ્રમાણે, શોએબ મલિકે દગો આપતાં સાનિયા મિર્ઝાએ લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું. શોએબનું નામ આયેશા કમર સાથે જોડાઈ રહ્યું છે, જે પાકિસ્તાની એક્ટ્રેસ છે અને YouTube પર ચેનલ પણ ધરાવે છે. બંને હાલમાં જ સ્વિમિંગ પૂલમાં ફોટોશૂટ કરાવ્યું હતું અને ત્યાંથી જ સંબંધ વણસવાની શરૂઆત થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંનેની પહેલી મુલાકાત ઓસ્ટ્રેલિયામાં થઈ હતી અને પાંચ મહિનાના ડેટિંગ બાદ 2010માં નિકાહ કર્યા હતા. 2018માં તેમના ઘરે દીકરા ઈઝ્હાનનો જન્મ થયો હતો. ગત મહિને તેના બર્થ ડે પર બંને છેલ્લીવાર સાથે જોવા મળ્યા હતા

Read Latest Cricket News And Gujarati News



Exit mobile version