એક્ટિંગ માટે ઓપન છે ધોની
કપલે હાલમાં જ તેમના નવા પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેન્મેન્ટની જાહેરાત કરી હતી. રમેશ થમિલમાનીના ડિરેક્શનમાં બનેલી તમિલ ફિલ્મ ‘લેટ્સ ગેટ મેરિડ’ એ પહેલી એવી ફિલ્મ છે, જે તેમણે પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ તેલુગુમાં પણ રિલીઝ થશે. જેમાં નાદિયા, યોગી બાબુ અને મિર્ચી વિજય જેવા કલાકારો છે.
3 વન-ડે, 5 ટેસ્ટ અને 8 ટી20… ટીમ ઈન્ડિયાનું માર્ચ સુધીનું શેડ્યુલ જાહેર, જાણો ક્યાં-ક્યાં રમાશે મેચ
સાસુ સાથે કેવું છે સાક્ષીનું બોન્ડિંગ
આ દરમિયાન સાક્ષીએ સાસુ એટલે કે ધોનીના મમ્મી સાથેના બોન્ડિંગ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હું તેના મમ્મીને અમારા લગ્નના એક દિવસ પહેલા જ મળી હતી. જો કે, આજે અમારી વચ્ચે સારું બોન્ડિંગ છે. અમે ફ્રેન્ડ્સ છે. અમે એકબીજાને બધું જ કહીએ છીએ. લગ્ન બાદ બીજા જ દિવસે તે ગેમ માટે જતો રહ્યો હતો. તે સમયે તેઓ મારી સાથે હતા. ત્યારથી અમારી વચ્ચેનું ઈક્વિેશન વિકસિત થતું ગયું છે. તેમણે અત્યારસુધીમાં હંમેશા મને સપોર્ટ જ આપ્યો છે. તેમના વગર તે ઘરમાં રહેવું થોડું અઘરું હતું. તેઓ હંમેશા ચિલ્ડ આઉટ રહે છે. પરંતુ મારા સસરા થોડા કડક છે અને તેથી જ માહી આટલી શિસ્તતામાં રહે છે. બાકી મારા સાસુ તો એકદમ ચિલ છે. તેઓ ક્યારેય પણ અમને કોઈ બાબત માટે ના પાડતા નથી. મને લાગે છે કે કોઈ પણ સંબંધમાં સ્પેસ વધારે જરૂરી છે’.
ધોનીનું ક્રિકેટ કરિયર
જણાવી દઈએ કે, ધોનીએ વર્ષ 2004માં વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તે બાંગ્લાદેશ સામેની મેચ રમ્યો હતો. બાદમાં તેને ઝિમ્બાબ્વે અને કેન્યાના ટુર માટે પસંદ કરવામાં આવ્યો હતો. વર્ષ 2006માં તેણે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2020માં તેણે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો હતો.
Read latest Entertainment News and Gujarati News