Today News

Sachin Tendulkar Support Arshdeep Singh: ‘જવાબ ચોક્કસ આપશે, હું જોઈશ’, અર્શદીપ સિંહના સમર્થનમાં આવ્યો સચિન તેંડુલકર – sachin tendulkar suport arshdeep singh and says to give answer by good performance

Sachin Tendulkar Support Arshdeep Singh: 'જવાબ ચોક્કસ આપશે, હું જોઈશ', અર્શદીપ સિંહના સમર્થનમાં આવ્યો સચિન તેંડુલકર - sachin tendulkar suport arshdeep singh and says to give answer by good performance


નવી દિલ્હી: અર્શદીપ સિંહને મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ સાથ મળ્યો છે. સચિને અર્શદીપના સપોર્ટમાં ટ્વિટ કર્યું છે અને તેની હિંમત વધારી છે. સાથે જ ટ્રોલર્સને પોતાની ગેમથી જડબાતોડ જવાબ આપવા કહ્યું છે. સચિને ટ્વિટ કર્યું છે કે, ‘દેશનું પ્રતિનિધિત્વ કરનારા દરેક એથલીટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનું હોય છે અને હંમેશા દેશ માટે રમે છે. તેમણે આપણા સતત સમર્થનની જરૂર હોય છે અને યાદ રાખો, કે ગેમ્સમાં તમે કંઈક જીતો છો અને કંઈક ગુમાવી દો છો. આવો ક્રિકેટ કે કોઈ અન્ય ખેલને વ્યક્તિગત હુમલાથી મુક્ત રાખીએ. અર્શદીપ તમે સખત મહેનત કરતા રહો… અને મેદાન પર પ્રદર્શન કરી જોરદાર જવાબ આપો. હું તમને નજીકથી ફોલો કરી રહ્યો છું. મારી શુભકામનાઓ.’

હકીકતમાં, એશિયા કપમાં સુપર-4 રાઉન્ડના મુકાબલામાં ઘણા મહત્વના સમયે અર્શદીપ સિંહે પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીનો ઘણો જ સરળ કેચ છોડી દીધો હતો. પરિણામ એ આવ્યું હતું કે, ભારતીય ટીમે એ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતની હાર પછી સોશિયલ મીડિયા પર અર્શદીપ સિંહને ઘણો ટ્રોલ કરાયો. લોકોએ તેને ખાલીસ્તાની અને દેશદ્રોહી પણ કરી દીધો. તે પછીથી દેશમાં આ મુદ્દો હોટ ટોપિક બનેલો છે.

Asia Cup 2022: લોકોની ગાળોને Arshdeep Singhના પિતાએ ‘આશીર્વાદ’ માનીને દીકરાનો ઉત્સાહ વધાર્યો

અન્ય ખેલાડીઓ પણ કરી ચૂક્યા છે અર્શદીપનો સપોર્ટ
સચિન તેંડુલકર પહેલા ઘણા બીજા ક્રિકેટર્સએ પણ અર્શદીપનો સપોર્ટ કર્યો હતો. વિરાટ કોહલીએ તો મેચ પછી જ પ્રેસ કોન્ફ્રન્સમાં કેચ છૂટવાની ઘટનાને સામાન્ય જણાવી હતી. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપડા સહિત ઘણા અન્ય લોકોએ ટ્વિટર ડીપીમાં અર્શદીપનો ફોટો લગાવી ટ્રોલરને જવાબ આપ્યો હતો.

વિકિપીડિયા પર અર્શદીપ સિંહને ‘ખાલિસ્તાની’ ગણાવ્યો, કેન્દ્ર સરકારે સમન્સ પાઠવ્યા
ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એ મેચમાં પાકિસ્તાને ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતે કોહલીના શાનદાર 60 રનની મદદથી 20 ઓવરમાં 180 રન બનાવ્યા હતા. તેની સામે પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન (71 રન) અને મોહમ્મદ નવાઝ (42 રન)ની મદદથી 5 વિકેટે જીતી લીધી હતી. મેચમાં પલ્લું જ્યારે બંને તરફી બરાબર હતું એ જ સમયે અર્શદીપ સિંહે આસિફ અલીનો કેચ છોડ્યો હતો. આસિફે અણીના સમયે 8 દડામાં 16 રન બનાવી પાકિસ્તાનની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ કેચ છોડવાના કારણે ભારતની હાર થઈ હોવાનો રોષ રાખી ભારતીય ટીમના ફેન્સ અર્શદીપ સિંહને વિલન ચીતરવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવા લાગ્યા.

Exit mobile version