એક મીડિયા કાર્યક્રમમાં સચિન હરભજન સિંહની સાથે પોતાની પહેલી મુલાકાતને યાદ કરતા કહ્યું કે, ‘હું હરભજનને પહેલી વખત મોહાલીમાં મળ્યો હતો. મને કોઈએ જણાવ્યું હતું કે, હરભજન સિંહ ઘણો સારો દૂસરા નાખે છે.’
તેમણે કહ્યું કે, ‘આ 90ના દાયકાની વાત છે. હરભજન દરેક બોલ પછી મારી પાસે આવી જતો હતો, જ્યારે કે તેણે રનઅપ પર જવું જોઈતું હતું. હરભજન સિંહ જ્યારે નેશનલ ટીમમાં આવ્યો, તો મેં તેને પૂછ્યું કે, તે રનરઅપને બદલે મારી પાસે કેમ આવી જતો હતો. તેના પર હરભજન સિંહે એક રસપ્રદ કિસ્સો જણાવ્યો.’
સચિને કહ્યું કે, ‘હું જ્યારે બેટિંગ કરતો હતો, તો બોલ રમતા પહેલા મારું માથું હલાવતો હતો અને હરભજનને લાગતું હતું કે, તેને બોલાવી રહ્યો છું. એ કારણે તે દડો ફેંક્યા પછી મારી પાસે આવી જતો હતો, જ્યારે કે એવું ન હતું.’
આ મીડિયા કાર્યક્રમમાં સચિન અન્ય ઘણા મુદ્દા પર વાત કરી. તેણે સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર તરીકે પોતાના ભવિષ્યને લઈને કહ્યું કે, હાલ અંગે કંઈ વિચાર્યું નથી. બીસીસીઆઈના પ્રમુખ બનવા અંગેનો સવાલ તેમણે હસીને ટાળી દીધો.
આ ઉપરાંત તાજેતરમાં જ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાં પિચને લઈને થયેલા વિવાદ અંગે પણ સચિને વાત કરી. સચિને કહ્યું કે, ‘ટેસ્ટ ક્રિકેટમાં એ પ્રકારનો વિવાદ ન હોવો જોઈએ કે કેટલા દિવસમાં રમત પૂરી થઈ ગઈ. જરૂરી એ છે કે, મેચ દરમિયાન જરૂરી બાબતો કઈ-કઈ થઈ. જ્યારે કોઈપણ ટીમ પ્રવાસ પર જાય છે તો સરળ નથી હોતું.’ તેમણે કહ્યું કે, ‘હું માનું છું કે, ટેસ્ટ મેચ કયા પ્રકારની પિચ પર રમાવી જોઈએ તે ઘણો મહત્વપૂર્ણ મુદ્દો છે.’