હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
લગ્નના બંધનમાં બંધાયો ઋતુરાજ
ઋતુરાજ ગાયકવાડે શનિવારે ઉત્કર્ષા સાથે લગ્ન કર્યા છે. 3 જૂને લગ્ન કર્યા પછી કપલે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી છે. ઋતુરાજ અને ઉત્કર્ષાએ મરાઠી રિવાજો પ્રમાણે લગ્ન કર્યા હતા. લીલા રંગના આઉટફિટમાં બંને સુંદર લાગતા હતા. કપલના લગ્ન મહાબળેશ્વરના એક રિસોર્ટમાં યોજાયા હતા. તસવીરો શેર કરતાં ઋતુરાજે લખ્યું, “પીચથી મંડપ સુધી, અમારી જર્ની શરૂ થઈ છે.” ઋતુરાજના લગ્નમાં CSKની ટીમમાંથી શિવમ દુબે અને પ્રશાંત સોલંકી હાજર રહ્યા હતા. જ્યારે શિખર ધવનસ રાશિદ ખાન, શ્રેયસ ઐય્યર, ઉમરાન મલિકે સોશિયલ મીડિયા પર કપલને શુભેચ્છા પાઠવી હતી.
મૂળ પૂણેની છે ઉત્કર્ષા
24 વર્ષની ઉત્કર્ષા મૂળ પૂણેની રહેવાસી છે. શરૂઆતમાં તે ફૂટબોલ અને બેડમિન્ટન રમતી હતી પરંતુ 11 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. જે બાદ તેને મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમમાં રમવાની તક મળી હતી. ઉત્કર્ષાએ ન્યૂટ્રિશન અને ફિટનેસ સાયન્સનો અભ્યાસ કર્યો હતો.
ઓલરાઉન્ડર છે ઉત્કર્ષા
ઉત્કર્ષા ઓલરાઉન્ડર છે. બેટિંગની સાથે તે મીડિયમ પેસ બોલિંગ પણ કરે છે. ઉત્કર્ષાના ક્રિકેટિંગ કરિયરની વાત કરીએ તો, તેણે મહારાષ્ટ્ર અંડર-19 ટીમમાં 2012-13 અને 2017-18ના સેશમાં સામેલ હતી. આ સિવાય તેને વેસ્ટ ઝોન અંડર-19 ટીમમાં પણ રમવાની તક મળી હતી. ઉત્કર્ષા મહારાષ્ટ્ર માટે છેલ્લી મેચ નવેમ્બર 2021માં રમી હતી.
આ રીતે થઈ હતી ઋતુરાજ સાથે મુલાકાત
ઉત્કર્ષા અને ઋતુરાજ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. કોમન ફ્રેન્ડ થકી બંનેની મુલાકાત થઈ હતી. જોકે, ઋતુરાજનું એક મરાઠી એક્ટ્રેસ સાથે અફેર હોવાની વાત ઉડી હતી. પરંતુ તે માત્ર અફવા સાબિત થઈ હતી. ઋતુરાજના કરિયરની વાત કરીએ તો તેણે 2019માં CSK દ્વારા આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે 135.52ના સ્ટ્રાઈક રેટ સાથે 1,797 રન ફટકાર્યા છે. તેણે એક સદી અને 14 અડધી સદી ફટકારી છે. જ્યારે ભારત માટે તેણે 9 ટી20 ઈન્ટરનેશનલ રમ્યો છે જેમાં તેણે એક અડધી સદી સાથે 135 રન ફટકાર્યા છે. ભારત તરફથી તે એક વનડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 19 રન ફટકાર્યા હતા.