એવામાં જો આ ખબર સાચી સાબિત થાય તો રોહિત શર્માની T20 ફોર્મેટમાં ઉલટી ગણતરી આજથી શરુ થઈ જશે. માત્ર કેપ્ટનશિપમાં જ નહીં પરંતુ બોર્ડ કોચિંગમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે. જોકે, બેઠક બાદ જાણવા મળશે કે કેપ્ટન અને કોચિંગમાં કેવા પ્રકારના બદલાવ કરવામાં આવે છે.
શું છે સ્પ્લિટ કેપ્ટનશિપનું ફોર્મેટ?
હાલના ક્રિકેટ જગતમાં અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની નિમણૂકને વધારે સારી માનવામાં આવે છે. જેનું ઉદાહરણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો છે, જે ટેસ્ટ અને લિમિટેડ ઓવરમાં અલગ-અલગ કેપ્ટન રાખે છે. આ સ્પ્લિટ કેપ્ટનશિપનો ફાયદો પણ જોવા મળે છે. હાલના વર્ષોમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સફળતાને પણ આ વાત સાબિત કરે છે.
ઈંગ્લેન્ડ માટે લિમિટેડ ઓવરમાં જોસ બટલર ટીમમાં કેપ્ટનની ભૂમિકા ભજવે છે. જ્યારે ટેસ્ટમાં બેન સ્ટોક્સ પાસે જવાબદારી છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટની કેપ્ટનશિપ પેટ કમિન્સનને સોંપાઈ છે જ્યારે લિમિટેડ ઓવરની જવાબદારી એરોન ફિન્ચને સોંપાઈ હતી, પરંતુ હવે તેમણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને તેઓ વનડેમાં કેપ્ટન છે.
આવામાં BCCI પણ સ્પ્લિટ કેપ્ટનશિપનું ફોર્મેટ ભારતમાં લાગુ કરી શકે છે, જેમાં રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ લઈને કોઈ બીજા ખેલાડીને આ જવાબદારી સોંપી શકે છે. બોર્ડ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચ પણ રાખવાનું વિચારી શકે છે. જો આમ થયું તો રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જવાબદારીમાં બદલાવ થઈ શકે છે.
હાર્દિક પંડ્યા T20 કેપ્ટન તરીકે પ્રબળ દાવેદાર
BCCIની બેઠક બાદ એ નક્કી થઈ શકે છે કે આગળ શું થશે. પરંતુ હાલ રોહિત પાસે T20ની કેપ્ટનશિપ પાછી લેવામાં આવે તો હાર્દિક પંડ્યા મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે. હાર્દિકે પોતાની ફિટનેસ પર કામ કર્યાની સાથે તેની ગેમમાં પણ ઘણો સુધાર જોવા મળ્યો છે.