હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
હાર બાદ રોહિત શર્માએ શું કહ્યું?
મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં રોહિત શર્માએ કહ્યું હતું કે ‘આ એક સારું ટોટલ હતું, શુભમને સારી બેટિંગ કરી. વિકેટ સારી હતી પરંતુ અમે 25 રન વધારે આપી દીધા. જ્યારે અમે બેટિંગ કરી ત્યારે ઘણા પોઝિટિવ હતા. પરંતુ ભાગીદારી કરી શક્યા નહીં. ગ્રીન અને સૂર્યાએ સારી બેટિંગ કરી પરંતુ અમે ટ્રેકથી ઉતરી ગયા. અમે પાવરપ્લેમાં વિકેટ ગુમાવી અને આ રીતે ચેઝમાં તેમ કરી શક્યા નહીં’.
IPL: શુભમન અને મોહિતના ઝંઝાવાતમાં ઉડ્યું મુંબઈ, ફાઈનલમાં ધોનીસેના સામે ટકરાશે ગુજરાત ટાઈટન્સ
શુભમન વિશે વાત કરતાં હસી પડ્યો રોહિત શર્મા
10 દિવસ બાદ જ આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ છે. 7 જૂનથી ટીમ ઈન્ડિયા ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે આ મેચ રમશે. શુભમન ગિલ તેમાં રોહિત શર્મા સાથે ભારતીય ટીમ માટે ઈનિંગની શરૂઆત કરશે. ત્યારે રોહિતે કહ્યું હતું કે ‘શુભમનને શ્રેય આપવો જોઈએ, તે સારો ફોર્મમાં છે અને મને આશા છે કે તે આમ રમવાનું યથાવત્ રાખશે’. આટલું બોલ્યા બાદ તે હસવા લાગ્યો હતો અને તેનો ઈન્ટરવ્યૂ લઈ રહેલ કોમેન્ટેટર પણ પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા.
જબરદસ્ત ફોર્મમાં છે શુભમન ગિલ
શુભમન ગિલ આ આઈપીએલમાં 156ની સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. ગત સીઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 132 તો તેના પહેલા 119 હતો. આ પહેલાની સીઝનમાં તેના નામ પર એક પણ આઈપીએલ સદી નહોતી. તો પર્ફોર્મન્સમાં આટલો ફેરફાર કેવી રીતે આવ્યો? મેન ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા બાદ 23 વર્ષના આ ખેલાડીએ કહ્યું હતું કે ‘ગત વેસ્ટઈન્ડિઝના ટુરથી જ મને લાગે છે કે મેં ગિયર બદલવાનું શરૂ કર્યું. હું ગત આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ હું મારી ગેમ પર કામ કરતો રહ્યો હતો. મેં કેટલાક એરિયા પર કામ કર્યું છે અને ટી20 વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડ સીરિઝ પહેલા ટેકનિકલ ફેરફાર કર્યા છે’.
શુભમનનો તરખાટ, મુંંબઈ સામેની મેચમાં ફટકારી તોફાની સદી, સીઝનમાં ગિલની કુલ 3 સેન્ચ્યૂરી
2018માં શુભમનનું આઈપીએલમાં ડેબ્યૂ
શુભમન ગિલે 2018થી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. 2018થી 2022ની વચ્ચે ગિલે કુલ 47 છગ્ગા માર્યા હતા. જ્યારે આ સીઝનમાં તેના 33 છગ્ગા છે. એક સીઝનમાં આ પહેલા તેણે સૌથી વધારે 12 છગ્ગા 2021માં કેકેઆર માટે માર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં જ ગિલે 10 છગ્ગા માર્યા.
GT vs CSK વચ્ચે રમાશે ફાઈનલ મેચ
28 મેના રોજ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલની મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ જ જગ્યા છે જ્યાં આ બંને ટીમ વચ્ચે આઈપીએલ 2023 માટે પહેલી મેચટ રમાઈ હતી, જેમાં ગુજરાતની જીત થઈ હતી. ગત T20 લીગની ફાઈનલ મેચ પણ આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને હાર આપી લોન્ચ થયાના પહેલા જ વર્ષે ટ્રોફી પોતાના નામે કરી હતી.
Read latest Cricket News and Gujarati News