IND vs BAN: ભારતની બીજી વન-ડેમાં પણ હાર, રોહિતની પારી બેકાર, સીરિઝ પણ ગુમાવી
રોહિત શર્મા અણનમ રહેતા પહેલીવાર હાર્યું ભારત
રોહિત શર્મા ઈજાગ્રસ્ત હોવા છતાં આ ઈનિંગ્સ રમ્યો હતો. જો કે, આમ પહેલીવાર બન્યું જયારે તે અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો પરંતુ ટીમ ઈન્ડિયાને મેચમાં હાર મળી.
શ્રેયસ અય્યરે પણ કરી કમાલ
રોહિત શર્મા સિવાય શ્રેયસ અય્યરના નામે પણ એક રેકોર્ડ નોંધાયો છે. અય્યર આ મેચમાં 82 રન બનાવીને આઉટ થયો હતો. તે ભારત માટે વનડેમાં આ વર્ષે સૌથી ઝડપથી 1500 રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની 34મી ઈનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ સાથે તેણે કેએલ રાહુલને પાછળ છોડ્યો હતો. જેની 36 ઈનિંગ્સમાં આ આંકડો છે. આટલું જ નહીં આ વર્ષે અત્યારસુધીમાં વનડેમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી પણ રહ્યો. વનડેમાં અય્યર આ વર્ષે કુલ 16 મેચ રમ્યો છે, જેમાં 14 ઈનિંગ્સમાં 716 રન કર્યા છે. આ દરમિયાન તેની સરેરાશ 60.08 ટકા રહી છે.
IND vs BAN: તૂટેલા અંગૂઠા પર લાગ્યા ટાંકા, છતાં 9 નંબરે આવી એકલો લડતો રહ્યો રોહિત શર્મા
રોહિત શર્મા નહીં રમે આગામી મેચ
ઈજાગ્રસ્ત થવાના કારણે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ નહીં રમે, આ અંગેની જાણકારી કોચ રાહુલ દ્રવિડે આપી હતી. કેપ્ટન ટેસ્ટ મેચ રમી શકશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. માત્ર રોહિત જ નહીં પરંતુ ફાસ્ટ બોલક દીપક ચહર હેમસ્ટ્રિંગ અને કુલદીપ સેન પણ પીઠની ઈજાના કારણે ત્રીજી વનડેમાં રમવાનો નથી.
કેચ પકડવા જતાં થયો ઈજાગ્રસ્ત
મહોમ્મદ સિરાજની ઈનિંગ્સની બીજી ઓવરના ચોથા બોલ પર રોહિત શર્માએ અનામુલ હકનો કેચ છોડ્યો હતો. આ દરમિયાન બોલ વાગવાના કારણે ડાબા હાથના અંગુઠામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને તરત જ હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ટાંકા લેવા પડ્યા હતા. તેમ છતાં તે નવમા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. મેચ ખતમ થયા બાદ તેણે કહ્યું હતું ‘આ ઠીક નથી. કંઈક ડિસ્લોકેશન (હાડકાનું પોતાની જગ્યાથી હટવું) થયું છે અને થોડા ટાંકા છે. ભાગ્યશાળી છું કે ફ્રેક્ચર નથી એટલે બેટિંગ કરવા આવી શક્યો’.
Read Latest Cricket News And Gujarati News