rohit sharma, IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ કેમ હારી ગયું ભારત? કેપ્ટન Rohit Sharmaએ કોના પર કાઢી ભડાસ? - ind vs aus rohit sharma said entire team is responsible for defeat in series against australia

rohit sharma, IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ કેમ હારી ગયું ભારત? કેપ્ટન Rohit Sharmaએ કોના પર કાઢી ભડાસ? – ind vs aus rohit sharma said entire team is responsible for defeat in series against australia


ચેન્નઈઃ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વનડે સીરિઝમાં (IND vs AUS) ધબડકો વાળ્યો હતો. પહેલી મેચ જીત્યા બાદ બીજી મેચમાં શરમજનક હાર મળી હતી તો ચેન્નઈમાં યોજાયેલી અંતિમ મેચમાં પણ ભારતીય ખેલાડીઓ છેક સુધી લડ્યા હતા પરંતુ 21 રનથી હારી ગયા હતા. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતને પહેલા બેટિંગ કરી હતી અને 49 ઓવરમાં 10 વિકેટે 269 રન બનાવ્યા હતા. 270 રનનું લક્ષ્યાંક પૂરું કરવા માટે મેદાનમાં ઉતરેલી યજમાન ટીમ 49.1 ઓવરમાં 248 રન બનાવી શકી હતી. હાર બાદ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઘણો નિરાશ થયો હતો.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઈતિહાસ! અહીં રમાશે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ?

સીરિઝમાં હાર મળતા નિરાશ થયો રોહિત શર્મા
મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં રોહિત શર્માએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે લક્ષ્યાંક મોટું હતું. જો કે, બીજી ઈનિંગમાં થોડી પડકારજનક સ્થિતિ હતી. પરંતુ અમે સારી બેટિંગ કરી હોય તેમ મને લાગતું નથી. ભાગીદારી મહત્વપૂર્ણ હોય છે અને આજે અમે તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અમે જે રીતે એક બાદ એક આઉટ થયા તે નિરાશાજનક હતું. આ પ્રકારે રમીને મોટા થયા છીએ. ક્યારેક પોતાને તક આપવી પડે છે’.

આ આખી ટીમની હાર છેઃ રોહિત શર્મા
આગળ તેણે કહ્યું હતું કે ‘એક બેટ્સમેન અંત સુધી રમતો રહે તે જરૂરી હતું. અમે સૌ પોતાની રીતે બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમ થયું નહીં. અમે જાન્યુઆરીથી અત્યારસુધીમાં નવ વનડે રમ્યા છે, જેમાંથી અમે ઘણી પોઝિટિવ બાબતો શીખી શકીએ છીએ. આ આખી ટીમની હાર છે’.

અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાનો પરાજય, ઓસ્ટ્રેલિયાએ 2-1થી સીરિઝ જીતી લીધી

એડમ જમ્પા ‘પ્લેયર ઓફ ધ મેચ’
એડમ જમ્પાને 45 રન પર ચાર વિકેટ લઈને ભારત સામે પોતાનું સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી, તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘મને આ સફળતા મળી છે. અહીંયા આવીને રમવું તે મોટો પડકાર છે. એશ્ટન એગરે મેચ બદલી નાખી હતી’. તો મિચેલ માર્શને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જેણે ત્રણ મેચમાં 194 રન બનાવ્યા હતા.

21 રનથી ટીમ ઈન્ડિયાને મળી હાર
વનડે સીરિઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 269 રન બનાવ્યા હતા. મેચમાં ઓસ્ટ્રેલિયા માટે મિશેલ માર્ચે સૌથી વધારે 47 રન કર્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને મહોમ્મદ સિરાજના ખાતાં 2-2 વિકેટ આપી હતી. ટીમ ઈન્ડિયા જ્યારે લક્ષ્યાંક પૂરું કરવા માટે મેદાનમાં ઉતરી તો 49.1 ઓવરમાં 248 રનમાં સમેટાઈ હતી. આ રીતે ભારતને 21 રનથી હાર મળી હતી.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *