rohit sharma business expand, સિંગાપોર, જાપાન અને હવે અમેરિકા.... વિદેશમાં રોહિત શર્મા બિઝનેસ કરી રહ્યો છે એક્સપાન્ડ - rohit sharma expanded business in america

rohit sharma business expand, સિંગાપોર, જાપાન અને હવે અમેરિકા…. વિદેશમાં રોહિત શર્મા બિઝનેસ કરી રહ્યો છે એક્સપાન્ડ – rohit sharma expanded business in america


દિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાની ઈન્ટરનેશનલ કરિયરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છે. 36 વર્ષીય રોહિત નિવૃત્તિ બાદ હવે પોતાના બિઝનેસ પર ફોકસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. તેવામાં હવે તેણે જાપાન, સિંગાપોર બાદ અમેરિકામાં પોતાની ક્રિકેટ એકેડમી ખોલી દીધી છે. અમેરિકામાં ક્રિકેટ ઘણું ઝડપથી વિકસી રહ્યું છે. ઓલિમ્પિકમાં પણ તેની ટીમ રમે એવા અણસાર જણાઈ રહ્યા છે. તેવામાં કેલિફોર્નિયામાં તેણે પોતાની ક્રિકેટ એકેડમી ખોલી દીધી છે.

ક્રિકકિંગડમ એકેડમી લોન્ચ કરી
સિંગાપોરથી ક્રિકેટર ચેતન સૂર્યવંશી રોહિત શર્માનો બિઝનેસ પાર્ટનર છે. તેણે સોશિયલ મીડિયામાં રોહિત શર્માની સાથે ફોટોઝ શેર કર્યા હતા. જેમાં અમેરિકાની કેપ્ટનશિપ કરી ચૂકેલા સૌરભ નેત્રાવલકર પણ સામેલ હતા. રોહિત શર્માની એકેડમીનું નામ ક્રિકકિંગડમ ક્રિકેટ એકેડમી છે. આગામી વર્ષે અમેરિકા પાસે T20 વર્લ્ડ કપને હોસ્ટ કરવાની તક પણ રહેલી છે. રોહિત પણ આ અંગે ઘણો ઉત્સુક છે અને કામ કરી રહ્યો છે.

ઘણા દેશોમાં બિઝનેસ એક્સપાન્ડ કર્યો
રોહિત શર્માની આ પહેલી ક્રિકેટ એકેડમી નથી. ભારત ઉપરાંત રોહિતની એકેડમી જાપાન અને સિંગાપુરમાં પણ છે. આ તમામ દેશો ક્રિકેટ માટે નવા છે અને તેની પ્રેક્ટિસ ત્યાં ઓછી છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર અને મુંબઈમાં રોહિત શર્માના સાથી ધવલ કુલકર્ણી મેન્ટરની ભૂમિકા ભજવે છે. જાણીતા ક્રિકેટ કોચ ડેવ વિટમોર પણ એકેડેમી સાથે જોડાયેલા છે.

એશિયા કપ પહેલા આરામ
ભારતીય ટીમ આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભાગ લેવાની છે. તે પહેલા રોહિત શર્મા આરામ કરી રહ્યો છે. રોહિત વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીની છેલ્લી બે મેચમાં પણ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો. એશિયા કપ બાદ ભારતીય ટીમ રોહિતની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપ 2023માં પ્રવેશ કરશે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *