રોહિત શર્માએ પ્રશ્નો પૂછ્યા
પત્રકારો રોહિત શર્માને સવાલ પૂછી રહ્યા હતા કે રોહિત પણ સવાલો પૂછવા લાગ્યો હતો. આ દરમિયાન રોહિતે પૂછ્યું કે તમે ઘણી વખત વેસ્ટ ઈન્ડિઝ આવ્યા છો. તમે આ વિકેટો પર ઘણું ક્રિકેટ રમ્યું છે. ઘણા રન પણ બનાવ્યા છે. તો હવે ટીમમાં જે યુવા ખેલાડીઓ આવ્યા છે તેઓને તમે શું કહેવા માંગો છો? તેઓએ શું કરવું જોઈએ? આના જવાબમાં અજિંક્ય રહાણેએ કહ્યું કે ‘વેસ્ટ ઈન્ડિઝમાં દરેક માટે મારો સંદેશ છે કે અહીં એક બેટ્સમેન તરીકે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે.’
પત્રકાર પરિષદમાં વરસાદ વરસ્યો
રોહિત શર્માએ ફરી પૂછ્યું – અહીં એકદમ ઠંડુ વાતાવરણ છે. ક્રિકેટર માટે પ્રેક્ટિસ સેશનમાં ફોકસ રહેવું અત્યંત જરૂરી છે. જોકે હવે અત્યારે 5 વાગ્યા પછી શું કરવું તે અજિંક્ય રહાણે પણ પછી વિચારશે. અજિંક્ય રહાણે આ સવાલનો જવાબ આપી રહ્યો હતો કે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારપછી પણ રહાણેની વાત થઈ રહી હતી. આના પર રોહિત શર્માએ કહ્યું- ચાલ, હવે અહીંથી નીકળી જા અને તે પોતે પણ હસતો હસતો બહાર નીકળી ગયો હતો. એટલે મસ્તીના મૂડમાં રોહિત શર્માએ અજિંક્ય રહાણેને કહ્યું કે તું હવે નીકળી જા, કારણ કે અહીં જોરદાર વરસાદ પડી રહ્યો છે.
ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની શરૂઆત
ભારતીય ટીમ આ શ્રેણી સાથે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 સાયકલની પણ શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા છેલ્લી બંને શ્રેણીમાં ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ભારત માટે એક સરળ પડકાર માનવામાં આવે છે. પરંતુ રોહિત શર્મા તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.