practice rohit sharma3

rohit sharma, ‘વિરાટ’ કમબેક કરશે રોહિત શર્મા! ખરાબ સમયમાં કોહલીને ફોલો કરી રહ્યો છે ભારતીય સુકાની – rohit sharma follows virat kohlis way to get back form


Edited by Chintan Rami | I am Gujarat | Updated: 26 Nov 2022, 8:22 pm

રોહિત શર્મા માટે એક બેટર તરીકે ટી20 વર્લ્ડ કપ સારો રહ્યો નથી. ટુર્નામેન્ટમાં તેણે ફક્ત એક જ અડધી સદી ફટકારી હતી. જ્યારે સારી શરૂઆત છતાં મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેના કારણે તેની ફિટનેસ પર પણ સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને પાકિસ્તાનના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર્સે કહ્યું હતું કે રોહિત શર્મા અનફિટ છે.

 

હાઈલાઈટ્સ:

  • ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં નિયમિત સુકાની રોહિત શર્મા સહિત સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે
  • રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી બેટર તરીકે ફ્લોપ રહ્યો છે અને તેની ફિટનેસ પર સવાલો થઈ રહ્યા છે
  • રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ પણ ફ્લોપ રહ્યો હતો અને તે ફક્ત એક જ અડધી સદી નોંધાવી શક્યો હતો
ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ટીમે ત્રણ ટી20 મેચની સીરિઝ રમી હતી અને હાલમાં બંને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝ રમાઈ રહી છે. ટી20 ટીમની કેપ્ટનસી ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી જ્યારે વન-ડે ટીમના સુકાની પદે શિખર ધવનને પસંદ કરવામાં આવ્યો છે. આ પ્રવાસમાં નિયમિત સુકાની રોહિત શર્મા સહિત સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ બાદ સીધો ભારત પરત ફર્યો હતો. વિરાટ કોહલી પણ ન્યૂઝીલેન્ડ ગયો નથી. રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ ગયો નથી જેના કારણે તેની ટીકાઓ થઈ રહી છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી તે કંગાળ ફોર્મમાં છે. ટી20 વર્લ્ડ કપમાં પણ તે ફ્લોપ રહ્યો હતો.

ફક્ત એક જ અડધી સદી ફટકારી શક્યો હતો રોહિત શર્મા
રોહિત શર્મા માટે એક બેટર તરીકે ટી20 વર્લ્ડ કપ સારો રહ્યો નથી. ટુર્નામેન્ટમાં તેણે ફક્ત એક જ અડધી સદી ફટકારી હતી. જ્યારે સારી શરૂઆત છતાં મોટો સ્કોર નોંધાવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેના કારણે તેની ફિટનેસ પર પણ સવાલો ઊભા થયા હતા. ખાસ કરીને પાકિસ્તાનના ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર્સે કહ્યું હતું કે રોહિત શર્મા અનફિટ છે. કેટલાક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ પણ આ તેમની વાતથી સહમત હતા.

practice rohit sharma

વિરાટ કોહલીને ફોલો કરી રહ્યો છે રોહિત શર્મા
રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ તો નથી ગયો પરંતુ તેને કદાચ ખ્યાલ આવી ગયો છે કે તેની ફિટનેસ સારી નથી. તેથી હાલમાં તે વિરાટ કોહલીના માર્ગ પર ચાલી નીકળ્યો છે. તે નેટ પર આકરી મહેનત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાનની તસ્વીરો પણ તે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યો છે. વિરાટ કોહલીએ પણ આવું જ કંઈક કર્યું હતું. કોહલી જ્યારે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ હ્યો હતો ત્યારે તેપણ ઈંગ્લેન્ડથી પરત ફર્યો હતો જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસે ગઈ હતી. તે મુંબઈમાં નેટમાં અને જિમમાં મહેનત કરી રહ્યો હતો.

આવી જ રીતે ફોર્મમાં પરત ફર્યો હતો કિંગ કોહલી
વિરાટ કોહલીની મહેનત રંગ લાવી હતી અને તે એશિયા કપમાં ફોર્મમાં પરત ફર્યો હતો. ત્યારબાદ તેણે ટી20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને પાકિસ્તાન સામે તેણે લાજવાબ વિજય અપાવ્યો હતો. હવે રોહિત શર્મા બાંગ્લાદેશ પ્રવાસથી ફોર્મ પરત મેળવે તેવી આશા રાખવામાં આવી રહી છે. રોહિત શર્મા વન-ડે સીરિઝમાં સતત આરામ લઈ રહ્યો છે જેના કારણે પણ તેની ટીકાઓ થઈ રહી છે.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *