rohit sharma, 'આ એકદમ બકવાસ છે...' રવિ શાસ્ત્રીના 'ઓવર કોન્ફિડન્સ'વાળા નિવેદનનો રોહિતે આપ્યો જવાબ - india vs australia 4th test ravi shastris comments about overconfidence is rubbish says rohit sharma

rohit sharma, ‘આ એકદમ બકવાસ છે…’ રવિ શાસ્ત્રીના ‘ઓવર કોન્ફિડન્સ’વાળા નિવેદનનો રોહિતે આપ્યો જવાબ – india vs australia 4th test ravi shastris comments about overconfidence is rubbish says rohit sharma


ભારતીય ક્રિકેટ ટીમ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ 9 વિકેટે હારી ગઈ હતી. ત્યારબાદ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારતીય ટીમ અતિ આત્મવિશ્વાસના કારણે ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાસ્ત્રીની આ ટિપ્પણીને બકવાસ ગણાવી છે. 2014 બાદ સાતમાંથી છ વર્ષ સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ રહેલા રવિ શાસ્ત્રીએ ઈન્દોરમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન કોમેન્ટરી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમ થોડી આત્મમુગ્ધ અને અતિ આત્મવિશ્વાસમાં હતી જ્યાં તેણે બાબતોને સુનિશ્ચિત માની લીધી હતી.

અમદાવાદમાં 9 માર્ચથી રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટ અગાઉ કેપ્ટન રોહિત શર્માને રવિ શાસ્ત્રીની ટિપ્પણી અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે તેને બકવાસ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે પ્રામાણિકતાથી કહું તો જ્યારે તમે બે મેચ જીતો છો તો બહારના લોકોને લાગે છે કે અમે અતિ આત્મવિશ્વાસમાં છીએ. આ એકદમ બકવાસ છે કેમ કે તમે તમામ ચાર મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છો છો.

તેણે કહ્યું હતું કે, તમે બે મેચ જીતીને અટકવા ઈચ્છતા નથી. આ વાત એકદમ સરળ છે. ચોક્કસથી આ તમામ લોકો અતિ આત્મવિશ્વાસની વાત કરે છે અને ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ ડ્રેસિંગ રૂમનો ભાગ નથી હોતા. તેથી તેમને ખબર હોતી નથી કે ડ્રેસિંગ રૂમમાં કયા પ્રકારની ચર્ચા થાય છે. નોંધનીય છે કે રોહિત શર્માનો આ જવાબ એવા વ્યક્તિ માટે હતો જે થોડા સમય પહેલા ટીમનો મુખ્ય રણનીતિકાર હતો. ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, અમે બધી જ મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છીએ છીએ. તેથી જો કોઈ બહારના વ્યક્તિને અતિ આત્મવિશ્વાસ કે એવું કંઈ લાગે છે તો તે અમારા માટે મહત્વનું નથી.

રોહિત શર્માએ કહ્યું હતું કે, રવિ શાસ્ત્રી પોતે ડ્રેસિંગ રૂમનો ભાગ રહી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે અમે રમીએ છીએ તો અમારી માનસિકતા કેવી હોય છે. આ અતિ આત્મવિશ્વાસ નહીં પરંતુ નિર્મમ બનવા સાથે જોડાયેલું છે. નિર્મમ એવો શબ્દ છે જે પ્રત્યેક ક્રિકેટરના મનમાં આવે છે અને જ્યારે વિરોધી ટીમ ભારતમાં રમવા આવી હોય ત્યારે તેને સહેજ પણ તક આપવા ઈચ્છતા નથી. જ્યારે અમે વિદેશ પ્રવાસે જઈએ છીએ ત્યારે અમને પણ આવો જ અનુભવ થાય છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગાવસ્કરની ચોથી અને અંતિમ ટેસ્ટ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે ભારતે આ ટેસ્ટ જીતવી પડશે. ભારત ચાર ટેસ્ટની સીરિઝમાં 2-1થી આગળ છે. ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રિટેન કરી લીધી છે. જો તે અંતિમ ટેસ્ટ જીતી જશે તો સીરિઝ જીતવાની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઈનલમાં પહોંચી જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *