બાંગ્લાદેશ સામે મીરપુરમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને મેચ શરૂ થઈ ત્યારે બાંગ્લાદેશની ઈનિંગ સમયે ફિલ્ડિંગ ભરતી વખતે ઈજા થઈ હતી. ત્યારબાદ હાથમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. તેને પગલે તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલો અને સંપૂર્ણ મેચમાં મેદાન પર જોવા મળ્યો ન હતો. જોકે, ટીમની ખરાબ હાલતને જોઈ રોહિતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. તે 9મા ક્રમ પર આવી બેટિંગ કર્યું હતું અને તોફાની ઈનિંગ રમી અડધી સદી ફટકારી હતી.
એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ આ ઈનિંગમાં ખરાબ રીતે હારી જશે. જોકે કેપ્ટન રોહિત શર્માને આ પસંદ ન આવ્યું. રોહિત એવા સમયે મેદાનમાં આવ્યો હતો કે જ્યારે ટીમ ઈન્ડિયાની 7 વિકેટ પડી ગઈ હતી. તે સમયે રોહિત કોઈ ખાસ મોટો શોર્ટ લગાવતો ન હતો, પણ જેવો દીપક ચાહર આઉટ થયો તો તેણે સિક્સર લગાવવાની શરૂઆત કરી.

છેલ્લી ઓવરમાં સિક્સર ન લાગી
એક સમયે 2 ઓવરમાં 40 રનની જરૂર હતી. રોહિત શર્માએ આ ઓવરમાં 20 રન લીધા હતા અને સ્ટ્રાઈક પાંચમા બોલ પર બદલી નાંખી હતી. છેલ્લી ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. રોહિતને પ્રથમ બોલ ખાલી ગયો હતો. પણ ત્યારપછીના બે બોલમાં બે ચોગ્ગા માર્યા હતા. ત્યારબાદ એક બોલ ડોટ ગયો હતો. પણ પાંચમા બોલ પર સિક્સર મારી હતી. છેલ્લા બોલમાં રોહિત સિક્સર મારી શક્યો નહીં, કારણ કે મુસ્તફિજુર રહેમાને યોર્કર લેંથનો સ્લોઅર બોલ ફેક્યો હતો.
અંગૂઠા પર થઈ ગંભીર ઈજા
મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે અંગૂઠા પર ઈજા પહોંચી છે અને ડિસ્લોકેટ થઈ ગયા છે. ત્યાં સુધી કે કેટલાક ટાંકા પણ લાગ્યા હતા. તેમ છતાં રોહિત શર્મા બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો.