Rishabh Pant Road Accident: અકસ્માત નડતા રિષભ પંતને શરીરના કયા ભાગે પહોંચી ઈજા? શું ફરી ક્રિકેટ રમી શકશે?

Rishabh Pant Road Accident: અકસ્માત નડતા રિષભ પંતને શરીરના કયા ભાગે પહોંચી ઈજા? શું ફરી ક્રિકેટ રમી શકશે?


Edited by Nilay Bhavsar | I am Gujarat | Updated: 30 Dec 2022, 9:35 pm

Rishabh Pant accident- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, રિષભ પંતને ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. વિકેટકીપર બેટ્સમેન માટે ઘૂંટણની ઈજા સારી માનવામાં આવતી નથી. કારણકે વિકેટકીપર વિકેટની પાછળ બેસીને કીપીંગ કરે છે. આવી સ્થિતિમાં પંત માટે આવનારો સમય થોડો મુશ્કેલ બની શકે છે.

 

રિષભ પંત

હાઈલાઈટ્સ:

  • પંત મોતને મ્હાત આપતા વિંડ સ્ક્રીન તોડી બહાર આવ્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો.
  • તેને પગ અને પીઠના ભાગે ઈજા પહોંચી છે. હાલ, તેની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે.
  • પંત જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય તેવી સાથી ક્રિકેટરો અને ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે.
Rishabh Pant accident: વર્ષ 2022નો અંતિમ શુક્રવાર (30 ડિસેમ્બર), બ્લેક ફ્રાઈડે સાબિત થયો. પીએમ મોદીના માતા હીરાબા અને મહાન ફૂટબોલ ખેલાડી પેલેના નિધનનું દુઃખ સહેજ ઓછું નહોતું થયું ત્યાં ટીમ ઈન્ડિયાના યંગ ક્રિકેટર રિષભ પંત (Wicketkeeper Batsman Rishabh Pant)ની (Rishabh Pant) કારના થયેલા ભયાનક અકસ્માતે ફેન્સને ચિંતામાં મૂકી દીધા. ન્યૂ યર પર મમ્મીને સરપ્રાઈઝ આપવા માટે વતન જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે રુડકીની નારસન બોર્ડર પર તેની મર્સિડીઝ બેંઝ કાર પલટી મારી હતી અને આગમાં બળીને ખાખ થઈ હતી. આ ઘટના બાદ ગમે તેમ કરીને પંત મોતને મ્હાત આપતા વિંડ સ્ક્રીન તોડી બહાર આવ્યો હતો. તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. તેને પગ અને પીઠના ભાગે ઈજા પહોંચી છે. હાલ, તેની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે. પંત જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય તેવી સાથી ક્રિકેટરો અને ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે.

BCCI રિષભ પંતનું કરિયર બરબાદ નહીં થવા દે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, પંતને ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. વિકેટકીપર બેટ્સમેન માટે ઘૂંટણની ઈજા સારી માનવામાં આવતી નથી. કારણકે વિકેટકીપર વિકેટની પાછળ બેસીને કીપીંગ કરે છે. આવી સ્થિતિમાં પંત માટે આવનારો સમય થોડો મુશ્કેલ બની શકે છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, પંતને પગની ઘૂંટી, જમણા ઘૂંટણની અસ્થિબંધન, જમણા કાંડા, પગની ઘૂંટી, પગ અને પીઠમાં ઈજા થઈ હતી. પંતની હાલત હવે સ્થિર છે અને તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેનું એમઆરઆઈ કરવામાં આવશે જેથી સાચી ઈજાઓ જાણી શકાય. આ પછી પંતની સારવાર શરૂ થશે.
ક્રિકેટમાં વિકેટકીપરની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. પંત એક સારો ક્રિકેટર છે. આવી સ્થિતિમાં તેના ઘૂંટણની ઈજા જરા પણ સારા સમાચાર નથી. પંત માટે એક ખેલાડી તરીકે પણ મુશ્કેલીઓ આવી શકે છે. બીસીસીઆઈએ પંતને તમામ શક્ય મદદની ખાતરી આપી છે, પરંતુ પંત માટે આવનારો સમય થોડો મુશ્કેલ હોઈ શકે છે. કારણકે આ પ્રકારની ઈજામાં રિહેબિલિટેશનમાં ઘણો સમય લાગે છે.

પંત માટે પ્રાર્થના કરી રહી છે એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

રિષભ પંતનો અકસ્માત થયો હોવાની ખબર સામે આવ્યાના થોડા જ કલાકમાં ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શેર કરી અને સાથે લખ્યું હતું ‘પ્રાર્થના કરી રહી છું’. #love #UrvashiRautela #UR1 જેવા હેશટેગ પણ લખ્યા હતા. તેણે પોસ્ટમાં ક્રિકેટરનું નામ નહોતું લખ્યું પરંતુ પોસ્ટ તેના માટે જ હોવાનું ફેન્સને લાગ્યું હતું. કેટલાક યૂઝરે ‘ગેટ વેલ સૂન’ લખ્યું હતું તો એક યૂઝરે લખ્યું હતું ‘રિષભ ભાઈના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે’, તો એકે લખ્યું હતું ‘ભાભી હિંમત રાખો બધું ઠીક થઈ જશે’. અન્ય એક યૂઝરે ઉર્વશીના રિષભ પ્રત્યેના પ્રેમને સાચો પ્રેમ ગણાવ્યા હતા. કેટલાક યૂઝર તેવા પણ હતા જેમણે તેઓ પણ એક્ટ્રેસની જેમ પંત માટે પ્રાર્થના કરી રહ્યા હોવાનું લખ્યું હતું. ઉર્વશીએ જે રીતે પંત માટે સહાનુભૂતિ દાખવી તે તેના ફેન્સને પસંદ આવ્યું હતું.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *