Rishabh Pant Car Accident : રિષભ પંતની કારનો ભયંકર અકસ્માત થતાં બળીને ખાખ, ક્રિકેટરને પણ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ

Rishabh Pant Car Accident : રિષભ પંતની કારનો ભયંકર અકસ્માત થતાં બળીને ખાખ, ક્રિકેટરને પણ ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતનો એક્સિડન્ટ થયો છે. અકસ્માતમાં રિષભ પંતને ગંભીર ઈજા થઈ છે. શુક્રવારે વહેલી સવારે રુડકીની નારસન બોર્ડર પાસે તેનો એક્સિડન્ટ થયો છે. જેમાં તેની કાર સળગીને ખાખ થઈ છે. રિષભ પંતની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેના શરીર પર થયેલી ગંભીર ઈજા જોઈ શકાય છે.

મહાન ફૂટબોલ પ્લેયર Peleનું 82 વર્ષની વયે અવસાન, મેસી-રોનાલ્ડો સહિત દુનિયાભરના ચાહકોની આંખો ભીંજાઈ

રિષભ પંતનો એક્સિડન્ટ

25 વર્ષીય રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. જે બાદ દુર્ઘટનામાં તેની કારમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટના બાદ રિષભ પંતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે, રિષભ પંતના માથા, પીઠ અને પગમાં ગંભીર ઈજા થઈ છે. પગમાં ફ્રેક્ચર થયું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ગાડીમાં રિષભ પંત સાથે કોઈ બીજું હતું કે કેમ તેની પણ માહિતી મળી શકી નથી. હાલ પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર પંતને રુડકીથી દિલ્હી મોકલાઈ શકે છે. ડૉક્ટરોનું કહેવું છે કે પંતની હાલત સ્થિર છે.

બહેને શું કહ્યું?

અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ ક્રિકેટરની બહેનનો સંપર્ક કરતાં તેમણે કહ્યું, “અમે હોસ્પિટલ જવા નીકળ્યા છીએ. રિષભ લડવૈયો છે અને તે આમાંથી જલ્દી જ સાજો થઈ જશે. અમને સમાચાર મળ્યા છે અને હવે અમે બધા જ હોસ્પિટલ જવા રવાના થયા છીએ.”

સ્થાનિક લોકોએ કરી મદદ

કારનો અકસ્માત થયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ની મદદથી તેને રુકડીની હોસ્પિટલ મોકલ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ કિશોર સિંહ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હવે રિષભ પંતને પગમાં ફ્રેક્ચર હશે તો તે લાંબા સમય સુધી ક્રિકેટ નહીં રમી શકે. હાલમાં જ તેને શ્રીલંકા સામેની વન ડે અને ટી-20 સીરીઝમાંથી ભારતીય ટીમમાંથી પડતો મૂકાયો હતો.

શું કોહલી અને રોહિતની T20 કારકિર્દીનો સમાપ્ત થઈ ગઈ?

CM ધામીએ મેળવી જાણકારી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રિષભ પંત જલ્દી સાજો થાય તેવી કામના કરી છે. તેમણે કહ્યું કે, તેની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. અધિકારીઓને પૂરતી વ્યસ્થા પૂરી પાડવા માટે નિર્દેશ અપાયા છે. સાથે જ કહ્યું છે કે, એર એમ્બ્યુલન્સની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. અહીં નોંધનીય છે કે, રિષભ પંત ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *