ઉર્વશીએ ફ્લાઈંગ કિસ આપી
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે ફ્લાઈંગ કિસ આપી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – હેપ્પી બર્થ ડે. જોકે, તેણે રિષભ પંતનું નામ લીધું નથી કે તેને ટેગ કર્યો નથી. પરંતુ ચાહકોનું માનવું છે કે આ જન્મદિવસની શુભેચ્છા ફક્ત ઋષભ પંત માટે છે. તેઓ કોમેન્ટ્સમાં સતત પંતનું નામ લખી રહ્યા છે.
ટ્રોલ થઈ રહી છે ઉર્વશી
આ વીડિયોની કોમેન્ટમાં ઉર્વશી રૌતેલાને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. ક્રિકેટ વાલા બોય નામના યુઝરે કોમેન્ટમાં લખ્યું – આ તો હાથ ધોઈને રિષભ પંતની પાછળ પડી ગઈ છે. શુભમ શર્મા નામના યુઝરે લખ્યું – કંઈક ગડબડ છે. અન્ય એક યુઝરે લખ્યું – દીદી ઋષભ પંત પાસેથી કેટલો ફેમ જોઈએ છે. ઋષભ પંતનો ઉલ્લેખ કરતાં એક યુઝરે લખ્યું- ‘પિઘલના નહી હે ભાઈ!!’
2019માં જોવા મળ્યા હતા સાથે
ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા 2019માં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. 2021ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પંતે ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધી છે. આ વર્ષે ઓગસ્ટમાં ઉર્વશી રૌતેલાએ મિસ્ટર આરપીના નામ અંગે ઘણા દાવા કર્યા હતા. આ પછી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે નામ લીધા વગર યુદ્ધ છેડાયું હતું. થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ઉર્વશી હાથ જોડીને પંતની માફી માંગી રહી હતી.