કાર અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થતાં ચિંતિત ઉર્વશી રૌતેલા, કહ્યું ‘પ્રાર્થના કરી રહી છું’
રિષભ પંતનો પોતે બચાવ્યો હોવાનો એક વ્યક્તિનો દાવો
રિષભ પંત દિલ્હીથી રુડકી પોતાના ઘરે જઈ રહ્યો હતો, તે વખતે ઘટના બની હતી. સુશીલ સિંહે ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં મોટો દાવો કરતાં કહ્યું ‘જ્યારે હું રુડકી પાર કરીને નરસન બોર્ડર પાસે પહોંચ્યો ત્યારે મેં એક દુર્ઘટના દોઈ હતી. એક કારનો અકસ્માત થયો હોવાનું મેં જોયું હતું. કાર દિલ્હી તરફથી આવી રહી હતી. કાર ડિવાઈડરને તોડીને ઉછળી હતી’.
ક્રિકેટર રિષભ પંતને અકસ્માતમાં ગંભીર ઈજાઓ, કાર બળીને ખાખ થઈ
‘કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હોવાનું જાણી મારી ગાડી રોકી હતી’
સુશીલ સિંહે ઉમેર્યું હતું કે ‘કારને દુર્ઘટનાગ્રસ્ત જોઈ મેં મારી ગાડીને બ્રેક મારી હતી. તે સમયે કારમાં આગ નહોતી લાગી. મેં રિષભ પંતને કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરતાં જોયો હતો. મેં તેને ખેંચીને બહાર કાઢ્યો હતો. પહેલા તો તેનું નિધન થયું હોવાનું મને લાગ્યું હતું. પરંતુ તે જીવિત હતો. ત્યારબાદ કારમાં અન્ય કોઈ તેની સાથે છે કે નહીં તે મેં કારમાં ચેક કર્યું હતું. પંતે પણ કારમાં કોઈ ન હોવાનું જણાવ્યું હતું’.
‘પંતને બહાર કરાયો તરત જ કારમાં આગ લાગી’
સુશીલ સિંહે આગળ કહ્યું હતું ‘હું ક્રિકેટ જોતો નથી તેથી તે રિષભ પંત હોવાની પહેલા તો મને જાણ નહોતી નથી. પરંતુ બાદમા પંતે મને તેનો પરિચર આપ્યો હતો. મેં તેમને ક્યાં જઈ રહ્યા હતા તેમ પૂછતાં તેમણે ઘરે જવાનું કહ્યું હતું. ત્યારબાદ તેના માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. માત્ર ત્રણથી ચાર સેકન્ડની અંદર તેને બહાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરત જ કાર સળગી હતી’.
Read Latest Cricket News And Gujarati News