Today News

Rishabh Pant, ભયંકર અકસ્માત બાદ Rishabh Pantએ પહેલીવાર શેર કર્યો વીડિયો, કોચની દેખરેખ હેઠળ સ્વિમિંગ પૂલમાં ચાલતો દેખાયો – rishabh pant shares a glimpse of his road to recovery

Rishabh Pant, ભયંકર અકસ્માત બાદ Rishabh Pantએ પહેલીવાર શેર કર્યો વીડિયો, કોચની દેખરેખ હેઠળ સ્વિમિંગ પૂલમાં ચાલતો દેખાયો - rishabh pant shares a glimpse of his road to recovery


ભારતીય ક્રિકેટ ટીમને ગત વર્ષે સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો હતો જ્યારે વિકેટકીપર અને બેટ્સમેન રિષભ પંતને (Rishabh Pant) એક ભયાનક અકસ્માત નડ્યો હતો. તે ન્યૂ યર પરિવારને સરપ્રાઈઝ આપવા માટે દિલ્હીથી રુડકી જઈ રહ્યો હતો, ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ખેલાડી મોતના મુખમાંથી માંડ-માંડ બચ્યો હતો અને નસીબજોગે કાર ભડભડ સળગી ઉઠે તેની ગણતરીની સેકન્ડ પહેલા જીવિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. જો કે, તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો અને લિગામેન્ટ ટીયર પણ થયું હતું, જેના કારણે તે અનિશ્ચિત મર્યાદા સુધી ગેમમાંથી બહાર થઈ ગયો છે. હાલ રિષભ રિકવરીના માર્ગ પર છે અને સોશિયલ મીડિયા પર આ અંગેની અપડેટ પણ આપી રહ્યો છે.

Video: હાથમાં બેટ પકડી નોર્વેના ક્વિક સ્ટાઈલ ડાન્સ ગ્રુપ સાથે વિરાટ કોહલીએ લગાવ્યા ઠુમકા

રિકવરીના માર્ગ પર રિષભ પંત
બુધવારે રિષભ પંતે અકસ્માત બાદ પહેલો વીડિયો વીડિયો શેર કર્યો હતો. અગાઉ તે પોતાની ઘણી તસવીરો શેર કરી ચૂક્યો છે, પરંતુ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો હોય તેવું પહેલીવાર બન્યું હતું. જેમાં તે પૂલ રિકવરી સેશન એન્જોય કરતો દેખાયો, તે સ્ટેન્ડના સહારે પાણીમાં ચાલી રહ્યો હતો અને પહેલા કરતાં ઘણો વધારે સ્વસ્થ જણાતો હતો. આ સાથે તેણે લખ્યું હતું ‘નાની વસ્તુઓ, મોટી વસ્તુઓ અને આ વચ્ચેની દરેક વસ્તુઓ માટે આભાર’. સાથી ખેલાડી સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરી હતી કે ‘નાઈટ મેટ#17’, ‘કીપ ઈટ ગોઈંગ પંતી’, તેમ ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ લખ્યું હતું. આટલું જ નહીં બીસીસીઆઈએ પણ આ વીડિયોને તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું ‘તમે વધારે શક્તિ મળે ચેમ્પ’.

‘સર’ જાડેજાએ પોતાનું વચન નીભાવ્યું, સીરિઝ બાદ ‘ગુરૂ’ બની ઓસ્ટ્રેલિયન ખેલાડીને આપ્યું જ્ઞાન

સર્જરી બાદ શેર કર્યું હતું સ્ટેટમેન્ટ
રિષભ પંતનો અકસ્માત થયો ત્યારે સાથી ખેલાડીઓ અને પૂર્વ કોચથી લઈને ફેન્સે પણ તેના સ્વાસ્થ્યની કામના કરી હતી. સર્જરી બાજ તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટ શેર કરીને સૌનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું કે ‘સપોર્ટ અને શુભેચ્છાઓ માટે હું કૃતજ્ઞ છું. આપ સૌને જણાવવા માગુ છું કે મારી સર્જરી સફળતાપૂર્વક થઈ ગઈ છે અને હું રિકવરીના માર્ગ પર છું. મારો જુસ્સો વધારે છે અને રોજ હું સારું અનુભવી રહ્યો છું. કપરા સમયમાં તમારા બધાની શુભેચ્છા, સપોર્ટ અને પોઝિટિવ એનર્જી માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું’.

પરિવારને મળવા જતી વખતે થયો હતો અકસ્માત
જણાવી દઈએ કે, 30મી ડિસેમ્બરે વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. તેને તરત જ દેહરાદૂનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આગળની સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એરલિફ્ટ કરાયો હતો. ક્રિકેટરની એક સર્જરી હજી બાકી છે જે ખૂબ જલ્દી કરવામાં આવશે.

Read latest Cricket News and Gujarati News

Exit mobile version