Today News

rinku singh, IPL 2023: રિંકુ-ધ કિંગ… KKRના બેટ્સમેનની ફેન થઈ એડલ્ટ સ્ટાર, કરી પ્રશંસા – ipl 2023 american adult star becomes a fan of rinku singh

rinku singh, IPL 2023: રિંકુ-ધ કિંગ... KKRના બેટ્સમેનની ફેન થઈ એડલ્ટ સ્ટાર, કરી પ્રશંસા - ipl 2023 american adult star becomes a fan of rinku singh


IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર ખેલાડી રિંકુ સિંહ હાલમાં ઘણો જ ચર્ચામાં છે. ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં રિંકુએ છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને મેચને વિરોધીઓના જડબામાંથી બહાર કાઢી હતી. આ જ કારણ છે કે એડલ્ટ સ્ટાર કેન્દ્રા લસ્ટ પણ તેની ફેન બની ગઈ છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પોતાની તોફાની બેટિંગથી સનસનાટી મચાવનાર કોલકાતા નાઈટ રાઈડર્સનો રિંકુ સિંહ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ જાણીતો બની ગયો છે. ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં છેલ્લી ઓવરમાં સતત પાંચ સિક્સર ફટકારીને રિંકુ સિંહે પોતાની ટીમને વિજય અપાવ્યો હતો. કોલકાતને આ ચમત્કારિક જીત અપાવવા બદલ અમેરિકાની જાણીતી પોર્ન સ્ટાર કેન્દ્રા લસ્ટે ટ્વિટ કરીને રિંકુ સિંહની પ્રશંસા કરી હતી. કેન્દ્રા લસ્ટે આ ટ્વીટ સાથે રિંકુ સિંહની તસવીર પણ શેર કરી છે.

કેન્દ્રા લસ્ટ રિંકુ માટે લખ્યું, ‘રિંકુ-ધ કિંગ’. નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે અમેરિકાની આ એડલ્ટ સ્ટારે ક્રિકેટ અને અન્ય રમતો માટે ટ્વિટ કર્યું હોય. આ પહેલા તેણે બોલિવૂડ સ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સના ઓનર શાહરૂખ ખાન વિશે પણ ટ્વિટ કર્યું હતું. કેન્દ્રા લસ્ટ શાહરૂખને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

કોલકાતાએ ત્રણ વિકેટે જીતી હતી મેચ
કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે ગુજરાત ટાઇટન્સ સામે ત્રણ વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 204 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ મેચમાં ગુજરાત તરફથી વિજય શંકરે ધમાકેદાર અડધી સદી ફટકારી હતી. 205 રનના વિશાળ લક્ષ્‍યાંકનો પીછો કરતા કોલકાતાની બેટિંગ શરૂઆતમાં નબળી રહી હતી. ટીમના ટોપ ઓર્ડર બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. મેચમાં ગુજરાતની કપ્તાની કરનારા રાશિદ ખાને સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. રાશિદની હેટ્રિક બાદ જાણે ગુજરાતની ટીમે મેચમાં સંપૂર્ણ જીત મેળવી લીધી હતી, પરંતુ અંતે રિંકુ સિંઘના અદ્દભુત પ્રદર્શને તરખાટ મચાવી દીધો હતો. તેણે અંતિમ ઓવરમાં પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને ટીમને અવિશ્વસનીય વિજય અપાવ્યો હતો.

Exit mobile version