વર્તમાન સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અત્યાર સુધી 11 મેચ રમી છે જેમાં પાંચ મેચમાં તેનો વિજય થયો છે. કોલકાતા પાસે 10 પોઈન્ટ છે. તેમની પાસે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે વધુ બે મેચ છે કારણ કે તેઓ પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે લડી રહ્યા છે. રિંકુએ IPL 2023માં મહત્વની ભૂમિકા ભજવી છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ આશા રાખશે કે તે બાકીની મેચોમાં પણ તે આવું જ પ્રદર્શન કરવાનું જારી રાખશે.
કોલકાતા નાઈટ રાઈડર્સના ડ્રેસિંગ રૂમમાં થોડો સમય વિતાવનાર ભારતના ભૂતપૂર્વ ઓફ-સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે રિંકુની ગ્રોથ સ્ટોરી તેને ટૂંક સમયમાં ભારતની કેપ મેળવવામાં મદદ કરશે. હરભજને સ્ટાર સ્પોર્ટ્સ ક્રિકેટ લાઈવ પર કહ્યું હતું કે, ‘ઈન્ડિયા કેપ રિંકુના માથાથી દૂર નથી. તે એક પ્રેરણાદાયી ખેલાડી છે. આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણી મહેનત કરી છે. પોતાનામાં વિશ્વાસ રાખવાનો સંપૂર્ણ શ્રેય તેમને જાય છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહની પરિપક્વતા સાથે IPL 2023માં તેની રમતને આગલા સ્તર પર લઈ જવા માટે પ્રશંસા કરી હતી. કૈફે કહ્યું હતું કે, ‘રિંકુ સિંહમાં તે મેચ્યોરિટી છે. તેનું ફૂટવર્ક ઘણું સારું છે અને તે સ્ટ્રાઈક પણ સારી રીતે રોટેટ કરે છે. રિંકુ જાણે છે કે તેના ફોર્મને સારી ઈનિંગ્સમાં કેવી રીતે રૂપાંતરિત કરવું અને તે એ પણ જાણે છે કે મેચમાં કયા સમયે ગિયર્સ ક્યારે બદલવા. તે મોટા શોટ મારવામાં પણ સક્ષમ છે.