Today News

ricky ponting, IPL: દિલ્હી કેપિટલ્સમાંથી થઈ શકે છે પોન્ટિંગની હકાલપટ્ટી, જોવા મળશે દાદાગીરી? – irfan pathan suggests sourav ganguly replace ricky ponting as delhi capitals coach for ipl 2024

ricky ponting, IPL: દિલ્હી કેપિટલ્સમાંથી થઈ શકે છે પોન્ટિંગની હકાલપટ્ટી, જોવા મળશે દાદાગીરી? - irfan pathan suggests sourav ganguly replace ricky ponting as delhi capitals coach for ipl 2024


આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023માં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. જેના કારણે આગામી સિઝન માટે ટીમમાં ધરખમ ફેરફારો કરવામાં આવી શકે છે. ડેવિડ વોર્નરની આગેવાનીવાળી ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા 10માં ક્રમે છે. ટીમના આ ખરાબ પ્રદર્શનના કારણે મુખ્ય કોચ રિકી પોન્ટિંગની હકાલપટ્ટીની અટકળો શરૂ થઈ ગઈ છે. જો રિકી પોન્ટિંગની હકાલપટ્ટી કરવામાં આવે તો તેનું સ્થાન કોણ લેશે? તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર ઈરફાન પઠાણે આ માટે સૌરવ ગાંગુલીનું નામ જણાવ્યું છે. ગાંગુલી હાલમાં દિલ્હી કેપિટલ્સના સપોર્ટ સ્ટાફમાં સામેલ છે અને ઈરફાનનું માનવું છે કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને પોન્ટિંગનું સ્થાન લેવું જોઈએ.

ઈરફાન પઠાણનું માનવું છે કે દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ પદ માટે સૌરવ ગાંગુલી એકદમ યોગ્ય વ્યક્તિ છે કેમ કે તે ટીમમાં રહેલા ભારતીય ખેલાડીઓની સાયકોલોજી જાણે છે. એક કાર્યક્રમમાં વાતચીત દરમિયાન ઈરફાન પઠાણે જણાવ્યું હતું કે, દિલ્હી ડગઆઉટમાં ગાંગુલીની હાજરી ઘણી મોટી વાત છે. મારા મતે જો ગાંગુલીને કોચની જવાબદારી સોંપવામાં આવે તો તે ટીમમાં મોટો ફેરફાર લાવી શકે છે. દાદાને ભારતીય ખેલાડીઓની માનસિકતા સારી રીતે જાણે છે. તે જાણે છે કે ડ્રેસિંગ રૂમનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જોઈએ અને દિલ્હીએ ચોક્કસથી તેનો લાભ ઉઠાવવો જોઈએ.

દિલ્હી માટે આઈપીએલની વર્તમાન સિઝન સારી રહી નથી. સિઝનની શરૂઆત થાય તે પહેલા જ તેના સ્ટાર ખેલાડી અને કેપ્ટન રિશભ પંતનો અકસ્માત થયો હતો. જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. જેના કારણે ડેવિડ વોર્નરને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું હતું. જોકે, ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનર ટીમના સાથી ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન લેવામાં નિષ્ફળ રહ્યો હતો. એટલું જ નહીં બેટિંગમાં વોર્નરનું પોતાનું પ્રદર્શન પણ કંગાળ રહ્યું હતું.

જોકે, આગામી સિઝનમાં ટીમમાં મોટા ફેરાફારો જોવા મળી શકે છે. દિલ્હી તેના સપોર્ટ સ્ટાફમાં પણ ફેરફાર કરી શકે છે. આ ઉપરાંત આગામી સિઝનથી રિશભ પંત પણ ટીમ સાથે જોડાઈ જશે તો ટીમમાં નવો જુસ્સો જોવા મળી શકે છે. હવે દિલ્હીની ટીમ આગામી સિઝન માટે મુખ્ય કોચ તરીકે રિકી પોન્ટિંગને યથાવત રાખે છે કે તેની હકાલપટ્ટી કરે છે તે જોવાનું રહેશે.

Exit mobile version