CPL 2023ની છ ટીમો
- બાર્બાડોસ રોયલ્સ
- ગયાના અમેઝિંગ વોરિયર્સ
- જમૈકા તાલાવાસ
- ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ
- સેન્ટ લુસિયા કિંગ્સ
- સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિયટ્સ
નિયમ શું છે?
કોઈપણ T20 મેચની ઇનિંગ્સ 85 મિનિટની હોય છે. 17મી ઓવર 72 મિનિટ 15 સેકન્ડમાં, 18મી ઓવર 76 મિનિટ 30 સેકન્ડમાં, 19મી ઓવર 80 મિનિટ 45 સેકન્ડમાં અને 20મી ઓવર 85 મિનિટમાં હોવી જોઈએ. જો કોઈ પણ ટીમ આ સમય મર્યાદા સુધીમાં પોતાની ઓવરો સંપૂર્ણ રીતે ફેંકવામાં સક્ષમ નથી તો તેને અલગ-અલગ સમય મર્યાદાના આધારે સજા ભોગવવી પડશે. ઉદાહરણ તરીકે, 18મી ઓવરની શરૂઆત પહેલા જો ઓવર રેટ ઓછો હોય તો બોલિંગ ટીમના ખેલાડીએ 30 યાર્ડ સર્કલની અંદર આવવું પડશે. એટલે કે ચારને બદલે પાંચ ખેલાડીઓ વર્તુળની અંદર હશે.
કેપ્ટન ખેલાડીને બહાર કરશે
જો ઓવર રેટ 19મી ઓવરની પ્રથમ ઓવરમાં પાછળ હોય તો બે ખેલાડીઓ 30 યાર્ડના વર્તુળની અંદર હોવા જોઈએ, આમ ચાર નહીં પરંતુ છ ખેલાડીઓ 30 યાર્ડના વર્તુળમાં હશે. જો 20મી ઓવરની શરૂઆત પહેલા ઓવર રેટ ધીમો હશે તો કેપ્ટન તેના એક ખેલાડીને મેદાનની બહાર લઈ જશે. ઉપરાંત, હવે તેના છ ખેલાડીઓ 30 યાર્ડ સર્કલની અંદર હશે.
બેટિંગ ટીમ પર પણ પ્રેશર
એવું નથી કે માત્ર ફિલ્ડિંગ ટીમ જ સમયસર ઇનિંગ્સ પૂરી કરવા માટે જવાબદાર હોય. જો વિલંબ બેટિંગ તરફથી થાય છે તો અમ્પાયર પ્રથમ ચેતવણી અને અંતિમ ચેતવણી આપશે. તે પછી પણ જો સ્થિતિ સુધરશે નહીં તો પાંચ રનનો દંડ ફટકારવામાં આવશે.