rcb won agianst rr, IPL: બેંગ્લોર સામે રાજસ્થાન રોયલની ભૂંડી હાર, માત્ર 59 રનમાં ઓલઆઉટ થઈ સંજુ સૈમસનની સેના - royal challengers bangalore won agianst rajsthan royal by 112 run

rcb won agianst rr, IPL: બેંગ્લોર સામે રાજસ્થાન રોયલની ભૂંડી હાર, માત્ર 59 રનમાં ઓલઆઉટ થઈ સંજુ સૈમસનની સેના – royal challengers bangalore won agianst rajsthan royal by 112 run


રાજસ્થાન રોયલ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં RCBએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. RCB પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 171 રન ફટકાર્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 10.3 ઓવરમાં 59 રને સમેટાઈ ગઈ હતી. RCBએ 112 રનના જંગી સ્કોરથી આ મેચ પોતાના નામે કરી લીધી હતી. બેંગ્લોરની સીઝનની આ છઠી જીત છે.172 રનના લક્ષ્યનો પીછો કરનારા રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. બીજા જ બોલ પર મોહમ્મદ સિરાઝે યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીને કેચ આપી દીધો હતો. ગત મેચમાં યશસ્વી મેચમાં સેન્ચ્યુરી ફટકારનાર યશસ્વી પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. બે બોલમાં સામનો કરીને યશસ્વી જયસ્વાલ પેવેલિયન પરત ફર્યો હતો. બીજી ઓવરમાં વેન પાર્નેલે રાજસ્થાનના ટોપ ઓર્ડરની કમર તોડી નાંખી હતી. બીજી વેન પાર્નેલે જોસ બટલરને પવેલિયન ભેગો કર્યો હતો. જોસ બટલર પણ પોતાનું ખાતુ ખોલી શક્યો ન હતો અને સિરાઝને કેચ આપી બેઠો હતો. આજ ઓવરની ચોથી બોલ પર કેપ્ટન સંજુ સૈમસન વિકેટ આપી બેઠો હતો. સંજૂએ 5 બોલમાં 4 રન બનાવ્યા હતા અને અનુજ રાવતને કેચ આપી બેઠો હતો. 7 રનની અંદર જ રાજસ્થાનની 3 વિકેટ પડી ગઈ હતી. 5મી ઓવરની બીજી બોલ પર રાજસ્થાનને ચોથો ઝટકો લાગ્યો હતો અને માઈકલ બ્રેસવેલે દેવદત્ત પડિક્કલની વિકેટ લઈ લીધી હતી. પડિક્કલ માત્ર 4 બોલમાં 4 રન જ બનાવી શક્યો હતો. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં રાજસ્થાનની પાંચ વિકેટ પડી ગઈ હતી. વેન પાર્નેલે જો રુટને LBW આઉટ કર્યો હતો. IPLની પહેલી મેચ રમી રહેલા જો રુટ માત્ર 15 બોલમાં 10 રન બનાવી શક્યો હતો.

પાવર પ્લેમાં રાજસ્થાનને 5 વિકેટ પર 28 રન બનાવ્યા હતા. 7મી ઓવરમાં રાજસ્થાને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. માઈકલ બ્રેસવેલે ધ્રુવ ઝુરૈલને આઉટ કર્યો હતો. તે પણ 7 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો. 8મી ઓવરમાં છેલ્લી બોલમાં આર અશ્વીન આઉટ થયો હતો. ત્યારબાદ અનુઝ રાવત આઉટ થયો અને 10મી ઓવરમાં હેટમાયર આઉટ થયો. હેટમાયર 19 બોલમાં 35 રન બનાવી ક્યો હતો. જ્યારે એડમ જૈમ્પાએ 2 રન એને કેએમ આસિફ ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો.

રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની બેટિંગની વાત કરીએ તો. વિરાટ કોહલી અને ફાક ડુપ્લેસી પ્રથમ બેટિંગ કરવા આવ્યા હતા. સાતમી ઓવર સુધી બંનેની પાર્ટનરશીપ જામી હતી. પરંતુ સાતમી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી આઉટ થયો તો. વિરાટ કોહલી 19 બોલમાં 18 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ 15મી ઓવરમાં ફાફ ડુપ્લેસીએ પોતાની અર્ધ શતક પૂર્ણ કરી હતી. જો કે, ફાફ ડુપ્લેસીએ પણ એમ આસીફની ઓવરમાં આઉટ થયો હતો. ડુપ્લેસીએ 44 બોલમાં 55 રન ફટકાર્યા હતા. 18મી ઓવરમાં સંદીપ શર્માના ત્રીજા બોલ પર ગ્લેન મૈક્સવેલ ક્લીન બોલ્ડ થયો હતો. મૈક્સવેલે 33 બોલ પર 54 રન ફટકાર્યા હતા.આ મેચમાં દિનેશ કાર્તિક ફ્લોપ સાબિત થયો હતો. તેણે પોતાનું ખાતુ પણ ખોલાવ્યુ ન હતું. 20 ઓવરમાં RCB 171 રન બનાવ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *