Today News

rawalpindi pitch, કબૂતરોની ચરક-ગંદકી ભરેલી સીટો, અત્યંત ખરાબ છે પાકિસ્તાની સ્ટેડિયમોની પિચ – pakistan vs england first test huge setback for pakistan as icc passes strict verdict on rawalpindi pitch

rawalpindi pitch, કબૂતરોની ચરક-ગંદકી ભરેલી સીટો, અત્યંત ખરાબ છે પાકિસ્તાની સ્ટેડિયમોની પિચ - pakistan vs england first test huge setback for pakistan as icc passes strict verdict on rawalpindi pitch


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રાવલપિંડી ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચની પિચને એવરેજ કરતા ખરાબ ગણાવી છે. આ પિચ પર બોલર્સને કોઈ મદદ મળી ન હતી અને મેચમાં બંને ટીમોએ જંગી સ્કોર ખડક્યો હતો. આ ટેસ્ટમાં કુલ સાત બેટર્સે સદી ફટકારી હતી. જેમાં મેચના પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડે 506 રન નોંધાવ્યા હતા. જોકે, ઈંગ્લેન્ડે આ મેચમાં 74 રને વિજય નોંધાવ્યો હતો. પરંતુ આ ટેસ્ટની પિચની ઘણી આકરી ટીકાઓ કરવામાં આવી હતી.

રાવલપિંડી વેન્યુને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. આઠ મહિનામાં આ બીજી વખત છે જ્યારે આ વેન્યુને ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માર્ચમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ આ પિચને એવરેજથી નીચે (બીલો એવરેજ) જાહેર કરવામાં આવી હતી. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, આઈસીસી એલીટ પેનલના રેફરી એન્ડી પાયક્રોફ્ટે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમની પિચને બીલો એવરેજ ગણાવી છે. આઈસીસી પિચ અને આઉટફિલ્ડ મોનિટરિંગ પ્રક્રિયા અંતર્ગત તેને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે.

પાયક્રોફ્ટે પોતાના આકલનમાં કહ્યું હતું કે, આ પિચથી બોલર્સને કોઈ પણ પ્રકારની મદદ મળી ન હતી. જેના કારણે બેટર્સે ઝડપથી રન નોંધાવ્યા હતા. મેચ દરમિયાન પિચ તૂટી પણ ન હતી. નોંધનીય છે કે પિચ એવરેજથી નીચે જાહેર કરવામાં આવે ત્યારે તેને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. જ્યારે પિચ ખરાબ અથવા અનફિટ જાહેર કરવામાં આવ્યા ત્યારે તેને ત્રણ અને પાંચ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવે છે. કુલ પાંચ ડિમેરિટ પોઈનટ થાય ત્યારે સ્ટેડિયમ પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવે છે. એટલે કે આ મેદાન પર એક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યજમાની કરી શકાય નહીં.

એટલું જ નહીં મુલતાનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પણ પરિસ્થિતિ સારી ન હતી. મુલતાન ટેસ્ટ દરમિયાન પણ અવ્યવસ્થા જોવા મળી હતી. સ્ટેન્ડમાં લગાવવામાં આવેલી સીટો કબૂતરોએ બગાડી હતી. જ્યારે આજુબાજુ પણ ગંદકી જોવા મળી હતી. એવું લાગી રહ્યું હતું કે મેચ માટે કોઈ ખાસ સુવિધા અને વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

Exit mobile version