બોલર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને ઈંગ્લેન્ડનો અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસન છે જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને નુકસાન થયું છે. પેટ કમિન્સ બે સ્થાનના નુકસાન સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. તેણે પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવી દીધું છે. ભારત સામે રમાયેલી પ્રથમ બે ટેસ્ટમાં તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો ન હતો. જેના કારણે તેને બે સ્થાનનું નુકસાન થયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત હાલમાં 2-0થી આગળ છે.
અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા સામે બેટ વડે સારું પ્રદર્શન છે. જેના કારણે તેને ઓલ-રાઉન્ડર રેન્કિંગમાં તેને ફાયદો થયો છે. અક્ષર પટેલ ઓલ-રાઉન્ડર્સ લિસ્ટમાં ટોપ-5માં પહોચી ગયો છે. બે સ્થાનના ફાયદા સાથે અક્ષર પટેલ પાંચમાં ક્રમે આવી ગયો છે. ઓલ-રાઉન્ડર્સ રેન્કિંગના ટોપ-2માં ભારતીયોનો દબદબો છે. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાને છે. જ્યારે બીજા ક્રમે રવિચંદ્રન અશ્વિન છે. આ બંનેએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ બે ટેસ્ટમાં બોલની સાથે સાથે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન ટેસ્ટ બેટર્સ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. જ્યારે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ છે અને પાકિસ્તાનનો સુકાની બાબર આઝમ ત્રીજા સ્થાને છે.