ravindra jadeja, બોલ ટેમ્પરિંગના આરોપ લગાવનારાઓને જાડેજાનો જડબાતો જવાબ, ફિફ્ટી ફટકારી લહેરાવી 'તલવાર' - india vs australia 1st test 2023 ravindra jadeja took five wickets and now register fifty

ravindra jadeja, બોલ ટેમ્પરિંગના આરોપ લગાવનારાઓને જાડેજાનો જડબાતો જવાબ, ફિફ્ટી ફટકારી લહેરાવી ‘તલવાર’ – india vs australia 1st test 2023 ravindra jadeja took five wickets and now register fifty


ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતીય ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન કમાલનું રહ્યું છે. તેણે ધમાકેદાર કમબેક કર્યું છે. ઘૂંટણની સર્જરી બાદ જ્યારે તેની કારકિર્દી સામે સવાલ ઊભા થયા ત્યારે જાડેજાએ ઓસ્ટ્રેલિયા સામે દમદાર પુનરાગમન કર્યું. તેણે પહેલા તો પાંચ વિકેટ ઝડપી અને બાદમાં બેટિંગમાં પણ કમાલ કરતા અડધી સદી ફટકારી. મેચના બીજા દિવસના અંતે શુક્રવારે જાડેજા 66 રને રમતમાં છે. તેણે અક્ષર પટેલ સાથે મળીને આઠમી વિકેટ માટે 81 રનની ભાગીદારી નોંધાવી. અક્ષર પટેલ પણ 52 રને રમતમાં છે. ભારતે બીજા દિવસના અંતે સાત વિકેટે 321 રન નોંધાવ્યા છે અને 144 રનની સરસાઈ મેળવી છે. કેપ્ટન રોહિત શર્માએ 120 રનની ઈનિંગ્સ રમી હતી.

રવિન્દ્ર જાડેજાએ મેદાન પર લહેરાવી ‘તલવાર’
જ્યારે રવિન્દ્ર જાડેજા મેદાન પર આવ્યો ત્યારે ટીમ મુશ્કેલીમાં હતી. મુશ્કેલ પરિસ્થિતિમાં જાડેજાએ લાજવાબ બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. જાડેજાએ અડધી સદી પૂરી કરી ત્યારે પોતાના આગવા અંદાજમાં તેની ઉજવણી કરી હતી. તેણે બેટને હવામાં તલવારની જેમ લહેરાવ્યું હતું અને અડધી સદીની ઊજવણી કરી હતી. ઓસ્ટ્રેલિયન મીડિયાએ જાડેજા સામે બોલ ટેમ્પરિંગનો આક્ષેપ કર્યો હતો પરંતુ જાડેજાએ પોતાની પ્રદર્શન વડે તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

પોતાના નામે નોંધાવ્યો મોટો રેકોર્ડ
રવિન્દ્ર જાડેજાએ નાગપુર ટેસ્ટના બીજા દિવસે 114 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તે છ વખત એક જ મેચમાં પાંચ વિકેટ ઝડપવા ઉપરાંત અડધી સદી ફટકારનારો ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન જાડેજા સાથે ટોચ પર છે. ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર કપિલ દેવે ચાર વખત આવી સિદ્ધિ નોંધાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં પાંચ વિકેટ ખેરવી હતી.

પાંચ મહિના બાદ કર્યું કમબેક
34 વર્ષીય રવિન્દ્ર જાડેજાને ગત વર્ષે રમાયેલા એશિયા કપ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે તે આઈસીસી ટી20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. જાડેજાના ઘૂંટણની ઈજાની સર્જરી કરાવવી પડી હતી અને તેના લીધે તે પાંચ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. ફિટ થયા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ફિટનેસ ટેસ્ટ પાસ કરવા માટે તેણે જાન્યુઆરીમાં તામિલનાડુ વિરુદ્ધ રણજી ટ્રોફી મેચ રમી હતી. સૌરાષ્ટ્ર માટે રમતા જાડેજાએ બીજા દાવમાં 53 રન આપીને સાત વિકેટ પોતાના નામે કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *