ravichandren ashwin, WI vs IND: અશ્વિને ઈતિહાસ રચ્યો, પિતા-પુત્રને આઉટ કરનારો ભારતનો પ્રથમ બોલર બન્યો - ind vs wi ashwin removes t chanderpaul becomes first indian bowler to dismiss father son duo

ravichandren ashwin, WI vs IND: અશ્વિને ઈતિહાસ રચ્યો, પિતા-પુત્રને આઉટ કરનારો ભારતનો પ્રથમ બોલર બન્યો – ind vs wi ashwin removes t chanderpaul becomes first indian bowler to dismiss father son duo


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજથી એટલે કે 12 જુલાઈથી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થયો છે. જેમાં રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. અશ્વિને વર્ષ 2011માં રમાયેલી તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં દિગ્ગજ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો. હવે પોતાની 93મી ટેસ્ટમાં 12 વર્ષ બાદ તેણે શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેગનારાયણ ચંદ્રપોલનો શિકાર કર્યો હતો. 36 વર્ષીય ઓફ સ્પિનર અશ્વિને 27 વર્ષીય તેગનારાયણ ચંદ્રપોલ (12)ને ક્લીન બોલ્ડ કરીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રથમ ઝટકો આપ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ્ડ કરનારો ભારતીય બોલર પણ બની ગયો છે.

કુલ પાંચ બોલર આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે
રવિચંદ્રન અશ્વિન પિતા અને પુત્રને આઉટ કરનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો બોલર બન્યો છે. ઈંગ્લેન્ડના ઈયાન બોથમ, પાકિસ્તાનના વસીમ અકરમ, સિમોન હાર્મર અને ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક પણ આવી સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે.

શિવનારાયણ ચંદ્રપોલ એક મહાન બેટ્સમેન હતો
ભારતીય મૂળનો શિવનારાયણ ચંદ્રપોલનો પરિવાર દાયકાઓ પૂર્વે બંધુઆ મજૂર તરીકે વેસ્ટ ઈન્ડિઝ ગયો હતો અને પછીથી તે ત્યાં જ રહી ગયો હતો. શિવનારાયણ ચંદ્રપોલે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવી હતી. તેની ગણના વેસ્ટ ઈન્ડિઝના જ નહીં પરંતુ વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાં થાય છે. શિવનારાયણ ચંદ્રપોલે ભારત સામે 25 ટેસ્ટમાં 63.85ની એવરેજથી 2171 રન નોંધાવ્યા હતા જેમાં સાત સદીનો સમાવેશ થાય છે. હવે તેના પુત્ર તેગનારાયણે તેની ટૂંકી કારકિર્દીમાં ઘણી પ્રતિભા બતાવી છે. સાતમી ટેસ્ટ રમી રહેલા તેગનારાયણે બેવડી સદી પણ ફટકારી છે. તેણે 11 ઈનિંગ્સમાં 453 રન નોંધાવ્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 207 રન છે. ભારત સામે આ તેની પ્રથમ મેચ છે.

76 રનમાં વેસ્ટ ઈન્ડિઝે અડધી ટીમ ગુમાવી દીધી
યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન ક્રેગ બ્રાથવેટ અને તેગનારાયણ ચંદ્રપોલની જોડીએ મક્કમ શરૂઆત કરી હતી પરંતુ આ જોડી વધારે સમય ટકી શકી ન હતી. અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેગનારાયણને બોલ્ડ કરીને કેરેબિયન ટીમને પ્રથમ ઝટકો આપ્યો હતો અને બાદમાં ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. 31 રનના સ્કોરે પ્રથમ વિકેટ ગુમાવનારી યજમાન ટીમે 76 રનના સ્કોર પર તો અડધી ટીમ ગુમાવી દીધી હતી.

બ્રાથવેટ 20 અને તેગનારાયણ 12 રન નોંધાવીને આઉટ થયા હતા. આ બંને ઓપનર રવિચંદ્રન અશ્વિનનો શિકાર બન્યા હતા. જ્યારે રેમોન રિફર બે રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જર્મેન બ્લેકવુડ 14 અને વિકેટકીપર જોશુઆ ડાસિલ્વા બે રન બનાવીને આઉટ થયા હતા. આ બંનેને રવિન્દ્ર જાડેજાએ પેવેલિયન ભેગા કર્યા હતા. જ્યારે શાર્દૂલ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ

વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન: ક્રેગ બ્રાથવેટ (કેપ્ટન), તેગનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્મેન બ્લેકવુડ, એલીક અથાનેજ, જેસન હોલ્ડર, જોશુઆ ડી સિલ્વા (વિકેટકીપર), રહકીમ કોર્નવેલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ, જોમેલ વોરીકોન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *