ravichandran ashwin, T20 World Cup 2022: રવિચંદ્રન અશ્વિનનું અનોખું ટેલેન્ટ, પરસેવો સૂંઘીને ઓળખ્યું પોતાનું જેકેટ! - t20 world cup 2022: ravichandran ashwin shows his another telent and own finds jacket

ravichandran ashwin, T20 World Cup 2022: રવિચંદ્રન અશ્વિનનું અનોખું ટેલેન્ટ, પરસેવો સૂંઘીને ઓળખ્યું પોતાનું જેકેટ! – t20 world cup 2022: ravichandran ashwin shows his another telent and own finds jacket


મેલબોર્ન: રવિચંદ્રન અશ્વિન પોતાના ક્રિકેટિંગ માઈન્ડ માટે ઓળખાય છે. અશ્વિનની ગણતરી દુનિયાના સ્માર્ટ પ્લેયર્સમાં થાય છે. આઈપીએલમાં બટલરને માંકડિંગ કરવાની બાબત હોય કે, આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે પ્રેઝન્સ ઓફ માઈન્ડ બતાવવાની બાબત, તે બધામાં આગળ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એશ અન્નાના નામથી જાણીતા આ અનુભવી ઓફ સ્પિનરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અહીં પણ તે પોતાનું ખાસ ટેલેન્ટ બતાવી રહ્યો છે. તે પરસેવો સૂંઘીને કપડાંની ઓળખ કરી રહ્યો છે.

હકકીતમાં, સુપર-12 રાઉન્ડની છેલ્લી લીગ મેચમાં ભારતની ટક્કર ઝિમ્બાબ્વે સામે હતી. આ મેચમાં રોહિતની સેનાએ એકતરફી જીત મેળવી હતી. ટોસ જીત્યા પછી રોહિત શર્મા પોતાની ટીમ અંગે જણાવી રહ્યો હતો. આખી દુનિયા તેને ટીવી પર જોઈ રહી હતી, પરંતુ હિટમેનની પાછળ રવિચંદ્રન અશ્વન જોવા મળ્યો, જે પોતાની અલગ જ મૂઝવણમાં હતો.

અશ્વિનના હાથમાં બે જેકેટ હતા, જેને તે ધારી-ધારીને જોઈ રહ્યો હતો. કંઈ સમજ ન પડતાં તે વારાફરતી બંનેને સૂંઘી રહ્યો હતો. પોતાની જેકેટ મળી જતા તે બીજું કપડું ત્યાં મેદાન પર છોડીને જતો રહે છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો જાત-ભાતના કેપ્શન લખીને અશ્વિનની મજાક ઉડાવી રહ્યા છે. કોઈ તેને જીનિયસ જણાવી રહ્યા છે, તો કોઈ ખાસ પ્રકારની ટેલેન્ટ ધરાવતી વ્યક્તિ. આ મેચમાં તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. તેણે ઝિમ્બાબ્વેને 115 રનમાં સમેટવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 4 ઓવરમાં તેણે માત્ર 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે બર્લ, મટ્સકટ્ઝા અને નાગરવાને આઉટ કર્યા હતા.

ટીમ ઈન્ડિયા હવે પોતાના બીજા ખિતાબથી માત્ર બે જીત દૂર છે. 2007માં રમાયેલા પહેલા ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા પછી મેન ઈન બ્લૂઝ ક્યારેય ફાઈનલ નથી જીતી શક્યા. 10 નવેમ્બરે એટલે કે ગુરુવારે રમાનારી બીજી સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટક્કર છે. તો, પહેલી સેમિફાઈનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 9 નવેમ્બરે રમાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *