ravichandran ashwin, IPL 2023 RR vs RCB: પિતા આઉટ થતા જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી અશ્વિનની દીકરી, રાજસ્થાનની હારથી દિલ તૂટી ગયું - ravichandran ashwin daughter breaks down after her father got out in rr vs rcb match in ipl

ravichandran ashwin, IPL 2023 RR vs RCB: પિતા આઉટ થતા જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી અશ્વિનની દીકરી, રાજસ્થાનની હારથી દિલ તૂટી ગયું – ravichandran ashwin daughter breaks down after her father got out in rr vs rcb match in ipl


બેંગલુરુઃઆઈપીએલ 2023ની 32મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સામે 7 રને હારનો સામનો કરવો પડ્યો. મેચમાં રાજસ્થાનને 190 રનનું લક્ષ્ય મળ્યું હતું. ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી, કેમકે જોસ બટરલ પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. જોકે, તે પછી દેવદત્ત પડિકલ અને યશસ્વી જયસ્વાલે ઈનિંગ્સને સંભાળી હતી, પરંતુ બંને આઉટ થતા જ રાજસ્થાનની બેટિંગ લથડી ગઈ હતી. છેલ્લે રવિચંદ્રન અશ્વિને કેટલાક આકર્ષક શોટ લગાવી ટીમની આશાને જીવિત કરી દીધી હતી. પરંતુ તે પણ પોતાની ટીમને જીત અપાવી શકયો ન હતો.

રાજસ્થાનને છેલ્લી ઓવરમાં જીત માટે 20 રનની જરૂર હતી. ક્રીઝ પર હર્ષ પટેલનો સામનો અશ્વિન કરી રહ્યો હતો. આ દરમિયાન અશ્વિને પહેલા 3 દડામાં 10 રન ફટકારી મેચને રોમાંચક બનાવી દીધી. જોકે, ચોથા દડે મોટો શોટ લગાવવાના પ્રયાસમાં તે આઉટ થઈ ગયો. તેણે 12 રન બનાવ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા આવેલી અશ્વિનની દીકરી પિતાને આઉટ થયેલા જોઈ ભાવુક થઈ ગઈ અને તેની આંખમાં આંસૂ આવી ગયા હતા. આ પહેલી વકત નથી કે, જ્યારે અશ્વિનના આઉટ થવા પર તેની દીકરી ભાવુક થઈ ગઈ હોય. આ પહેલા લખનૌની સામેની મેચમાં પણ તે ભાવુક થઈ ગઈ હતી.

IPL 2023: RCBના ઘરમાં નીકળી રાજસ્થાન રોયલ્સની હવા, રોમાંચક મેચમાં 7 રનથી હાર્યું RR
અશ્વિન આઉટ થતા જ રાજસ્થાન માટે મેચ જીતવાની શક્યતાઓનો અંત આવી ગયો હતો. તે પછી ત્રણ દડામાં રાજસ્થાનની ટીમ માત્ર બે રન જ બનાવી શકી અને આરસીબીએ આ મેચ 7 રને પોતાના નામે કરી લીધી. આ રીતે રાજસ્થાન રોયલ્સને ટૂર્નામેન્ટમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો.

ravichandran ashwin, IPL 2023 RR vs RCB: પિતા આઉટ થતા જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી અશ્વિનની દીકરી, રાજસ્થાનની હારથી દિલ તૂટી ગયું - ravichandran ashwin daughter breaks down after her father got out in rr vs rcb match in iplIPL 2023: વિરાટ કોહલીનો પીછો નથી છોડી રહ્યું 23 એપ્રિલનું ભૂત, થઈ ગઈ ગોલ્ડન ડકની અનોખી હેટ્રિક
રાજસ્થાન સામે આ મેચમાં આરસીબી તરફથી ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસે ધમાકેદાર ફિફ્ટી ફટકારી હતી. મેક્સવેલે ટીમ માટે 44 દડામાં 77 રન બનાવ્યા હતા. જ્યારે 39 દડામાં ફાફ ડુ પ્લેસિસે 62 રન ફટકાર્યા હતા. જ્યારે બીજી તરફ આરસીબીની શરૂઆત પણ ખરાબ રહી હતી અને કેપ્ટન વિરાટ કોહલી પહેલી જ ઓવરમાં શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. જોકે, તેમ છતાં ટીમે ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *