Rahul Dravid Will Miss Ireland Tour,ટીમ ઈન્ડિયા કેમ હેડ કોચ વિના સિરિઝ રમવા જશે, લક્ષ્મણ-દ્રવિડ નહીં જાય! 8 વર્ષ પછી આમ થશે - why team india will go to play the series without head coach

Rahul Dravid Will Miss Ireland Tour,ટીમ ઈન્ડિયા કેમ હેડ કોચ વિના સિરિઝ રમવા જશે, લક્ષ્મણ-દ્રવિડ નહીં જાય! 8 વર્ષ પછી આમ થશે – why team india will go to play the series without head coach


દિલ્હીઃ આયર્લેન્ડ શ્રેણી માટે રવાના થઈ રહેલી ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓગસ્ટે મુંબઈથી ડબલિન માટે જશે. આ ટીમનું નેતૃત્વ જસપ્રીત બુમરાહ કરશે, જે એક વર્ષના લાંબા સમયગાળા પછી કમબેક કરી રહ્યો છે. ટીમ સાથે કોઈ મુખ્ય કોચ નહીં હોય. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના હેડ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં VVS લક્ષ્મણ T20I માટે ટીમની સાથે આયર્લેન્ડ જશે. પરંતુ આમ થયું નહીં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જણાવાયું છે કે લક્ષ્મણ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો નથી.

8 વર્ષમાં પ્રથમ વખત બન્યું
આઠ વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમ મુખ્ય કોચ વિના શ્રેણી રમી રહી છે. 2015મા ડાંકા ફ્લેચરની વિદાય પછી, ભારત મુખ્ય કોચ વિના રમ્યું, 2017મા અનિલ કુંબલેની નિમણૂક સુધી ટીમ ડિરેક્ટર તરીકે રવિ શાસ્ત્રી સાથે ટીમ હતી. આ પહેલા પણ 2007મા ગ્રેગ ચેપલની વિદાય બાદ ભારતીય ટીમ મુખ્ય કોચ વિના રમી હતી.

તે સમયે ટીમ ઈન્ડિયામાં મેનેજર તરીકે લાલચંદ રાજપૂત અને બોલિંગ કોચ તરીકે વેંકટેશ પ્રસાદ અને ફિલ્ડિંગ કોચ તરીકે રોબિન સિંહ હતા. દ્રવિડ એન્ડ કંપની વેસ્ટ ઈન્ડિઝમાં છે. આથી એવું માનવામાં આવતું હતું કે લક્ષ્મણ આયર્લેન્ડ જનારી ટીમ સાથે હશે. તેણે અગાઉ ઝિમ્બાબ્વે અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં પણ ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ આ વખતે ટીમમાં કોચ સિતાંશુ કોટક અને સહાયક સ્ટાફ તરીકે સાઈરાજ બહુતુલે હશે.

ભારત આયર્લેન્ડ સામે 3 મેચની T20 શ્રેણી રમશે
ભારત 18,20 અને 23 ઓગસ્ટના રોજ આયર્લેન્ડના પ્રવાસ પર માત્ર 3 મેચની T20 શ્રેણી રમવાનું છે. તમામ મેચ ડબલિનમાં રમાશે. તિલક વર્મા, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અર્શદીપ સિંહ અને આવેશ ખાન જેવા ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 ઈન્ટરનેશનલ મેચ પૂરી થતાની સાથે જ મિયામીથી ડબલિન જશે. ભારત પ્રવાસના યુએસએ લેગમાં 12 અને 13 ઓગસ્ટે વેસ્ટ ઈન્ડિઝ સામે બે બેક-ટુ-બેક T20 મેચ રમશે. દ્રવિડ આયર્લેન્ડ જશે કે નહીં તેની પુષ્ટિ થવાની બાકી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો દ્રવિડ ભારતના વ્યસ્ત શેડ્યૂલને કારણે બ્રેક પણ લઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *