ભારતે પાકિસ્તાનને જે ચમકારો આપ્યો છે તે તેને વર્ષો વરસ સુધી યાદ રહેશે. મેચના અંતિમ બોલ પર અશ્વિને જે કર્યું તે ઈતિહાસના પાનઓમાં નોંધાઈ ગયું છે.
બોલની લાઈનથી ખસ્યો નહીં અશ્વિન
અશ્વિને 20મી ઓવરના અંતિમ બોલ પર પીચ પર આવીને ટીમ ઈન્ડિયાને એક બહાર જતા બોલ પર એક રન અપાવ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાને 1 બોલમાં 1 રનની જરુર હતી. એક વાર અશ્વિને ફસાવવામાં નિષ્ફળ રહેલા નવાઝે સ્ટમ્બમાં બોલ નાખી દીધો હતો. તેને લાગતું હતું કે અશ્વિન ફરી એકવાર બોલ છોડી દેશે, પરંતુ અશ્વિને તેને મિડ ઓફની ઉપરથી રમીને ભારતને જીત અપાવી હતી.
કાર્તિક આ રીતે જ શિકાર બન્યો હતો
દિનેશ કાર્તિક જે બોલ પર આઉટ થયો હતો તેને અશ્વિને છોડી દીધો હતો. બોલરને ખબર હતી કે બેટ્સમેન રૂમમાંથી શોટ બનાવીને આવે છે અને તેને રમવાની કોશિશ કરશે. આ માટે નવાઝે બોલ લેગ સ્ટમ્પની બહાર નાખ્યો હતો, કાર્તિકે બોલને રમ્યો પણ એ જ રીતે. બોલ કાર્તિકના બેટના બદલે શરીરને અડ્યો હતો અને વિકેટકીપરે સ્ટમ્પિંગ કરી દીધું હતું. આમ પાકિસ્તાનને મહત્વની વિકેટ મળી ગઈ હતી.
સ્પિનનો એક્સપર્ટ જાળમાં ફસાયો નહીં
જે રીતે દિનેશ કાર્તિકની વિકેટ લીધી તે પછી અશ્વિનની પણ વિકેટ લેવાનો પાકિસ્તાને પ્લાન બનાવ્યો હતો. પરંતુ અશ્વિન જાણતો હતો કે છેલ્લા સમયમાં બોલર કેવી ટેક્નિક વાપરતા હોય છે અને તે વાતનું ધ્યાન રાખીને જાળમાં ફસાવાના બદલે બહાર જતા બોલને છોડી દઈને એક મફતનો રન આપાવી દીધો હતો. આમ ભારતને મળેલી જીતમાં અશ્વિને છોડેલો બોલ મહત્વનો સાબિત થયો હતો.