r ashwin on retirement, 2 બોલ, 2 રન અને 2 ખેલાડીઓનું કરિયર દાવ પર લાગ્યું હતું, પાકિસ્તાન સામેની મેચ વખતે R Ashwinએ બનાવી લીધું હતું નિવૃત્તિ માટે મન - r ashwin had made up his mind to retire if he could not win against pakistan

r ashwin on retirement, 2 બોલ, 2 રન અને 2 ખેલાડીઓનું કરિયર દાવ પર લાગ્યું હતું, પાકિસ્તાન સામેની મેચ વખતે R Ashwinએ બનાવી લીધું હતું નિવૃત્તિ માટે મન – r ashwin had made up his mind to retire if he could not win against pakistan


R Ashwin On Retirement: T20 વર્લ્ડકપમાં આજે ભારત પોતાની બીજી મેચ રમવા માટે ઉતરવાનું છે પરંતુ હજુ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી રોમાંચક મેચની ચર્ચાનો અંત આવ્યો નથી. એક સમયે કેપ્ટન રોહિત શર્માએ આશા છોડી દીધી હતી ત્યારે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ જે કમાલ કરી તેના કારણે પાકિસ્તાન પર ભારતનું પલડું ભારે થઈ ગયું હતું. જોકે, અંતિમ ઓવરમાં હાર્દિકની વિકેટ પડતા ફરી એકવાર પાકિસ્તાનનું પલડું ભારે થયું હતું પરંતુ એક નો-બોલ અને વાઈડ બોલ નાખીને પાકિસ્તાને પોતાના જ પગ પર કુહાડો માર્યો હતો. હવે આ મેચમાં વિરાટ અને હાર્દિકની સાથે રવિચંદ્રન અશ્વિને ભજવે ભૂમિકાની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. એટલે કે આ મેચ દરમિયાન ઘણાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા અને અંતમાં મેચ પર ભારતે 4 વિકેટથી વિજય મેળવી લીધો હતો.

અંતિમ બે બોલમાં જે થયું તે અશ્વિન ક્યારેય ભૂલી શકશે નહીં. 2 બોલમાં 2 રનની જરુર હતી અને 2 પ્લેયર્સના કરિયર પર ખતરો તોળાઈ રહ્યો હતો. એક તો દિનેશ કાર્તિક હતા, જેઓ ફિનિશર તરીકે ટીમમાં જોડાયેલા છે અને રન આઉટ થઈ ગયા. જેના કારણે અંતિમ બોલ અશ્વિને રમવો પડ્યો હતો, જેમણે નિર્ણય કરી લીધો હતો કે જો જીત નહીં અપાવી શકે તો ડ્રેસિંગ રૂમમાં પહોંચીને નિવૃત્તિની જાહેરાત કરી દેશે. જેનો ખુલાસો તેમણે પોતે કર્યો છે.

જોકે, આમ થયું નહીં. જો આ કોઈ અન્ય મેચ હોત તો ફરક નહોતો પડતો, પરંતુ પાકિસ્તાન સામે હાર બાદ ટીમ ઈન્ડિયાની કેટલી નિંદા થાય છે તે ભાગ્યે જ કોઈ ભૂલી શકતું હશે. અંતિમ બોલ પર લેગ સ્ટમ્પની બહાર જતા બોલને અશ્વિને છોડી દીધો હતો. જે બોલ વાઈડ રહ્યો અને આ પછી ટીમને જીતવા માટે એક બોલમાં એક રનની જરુર હતી. અશ્વિને અંતિમ બોલ પર કડક શોટ મારીને ભારતને જીત અપાવી દીધી હતી.

સ્પિનરે ખુલાસો કર્યો છે કે જો તે બોલ પેડ પર વાગતો અને LBW આઉટ અપાયો હોત તો શું થતું તે BCCI.TV સાથે કરેલી વાતમાં જણાવ્યું છે. વિડીયોમાં ઋષિકેશ કાનિટકર સાથે વાતચીત કરીને અશ્વિને મજાકમાં કહ્યું કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લેતો. આ ભલે અશ્વિને મજાકમાં કહ્યું હતું પરંતુ ખરેખર તે મજાક નહીં હોય. અશ્વિને કહ્યું, જો નવાઝનો બોલ ફરીને મારા પેડ પર વાતતો તો માત્ર હું ડ્રેસિંગ રૂમમાં જઈને માત્ર એક જ કામ કરતો અને મારા ટ્વિટર પર લખતો, “ખુબ-ખુબ આભાર, આ મારું ક્રિકેટિંગ કરિયર અને યાત્રા શાનદાર રહ્યું અને હું આપ સૌનો આભાર માનું છું (હસતા-હસતા) હતા.” તેમણે એમ પણ કહ્યું કે આઉટ થવા પર તેઓ ડીકે પર નારાજ હતા, જોકે, મેચ પછી કાર્તિક અશ્વિનને શુભેચ્છા આપતો દેખાયો હતો.

મેચમાં વિરાટ કોહલીએ નોટઆઉટ રહીને હાફ સેન્ચ્યુરી કરી હતી અને હાર્દિક પંડ્યાએ ગજબ સાથ આપ્યો હતો. અંતિમ 3 ઓવરોમાં જ્યારે ભારતને 48 રનની જરુર હતી ત્યારે કોઈને આશા નહીં હોય કે ભારત જીતી જશે, પરંતુ કોહલી અને હાર્દિકે કમાલની બેટિંગ કરીને ઈતિહાસ રચી દીધો હતો. અશ્વિને અંતિમ બોલ પર રન લીધા બાદ કોહલીએ કહ્યું, મેં અશ્વિનને બોલ કવરની ઉપરથી મારવા માટે કહ્યું હતું. પરંતુ તેણે.. મગજની ઉપર વધુ મગજ વાપર્યું અને એક બહાદુર જેવું કામ કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *