મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. કૈમરુન ગ્રીનને ઈનિંગની પ્રથમ વિકેટ મૈથ્યૂ શોર્ટની લીધી હતી. મૈથ્યૂ શોર્ટે 11 બોલમાં 10 રન ફટકાર્યા હતા. જ્યારે વિકેટની બીજી તરફ ઉભેલા બેસ્ટમેન પ્રભસિમરનસિંહે જેસન બેહરેનડોર્ફની સામે બે સિકર્સ જ્યારે અથર્વ તાયડેએ જેફ્રાઆર્ચરની ઓવરમાં સ્લિપ ઉપરથી સિકર્સસ ફટકારી હતી. બંને બેસ્ટમેનોએ છઠ્ઠી ઓવરમાં પીયૂષ ચાવલા સામે એક-એક ચોગ્ગો મારીને પાવર પ્લેમાં ટીમનો સ્કોર 58 રન સુધી પહોંચાડી દીધો હતો. આગળની ઓવરમાં અર્જુન તેન્ડુલકરે પ્રભસિમરનસિંહને આઉટ કર્યો હતો. પ્રભસિમરનસિંહે 25 બોલમાં 47 રન ફટકાર્યા હતા.
પીયૂષ ચાવલાએ 10મી ઓવરમાં પંજાબને બે મોટા ઝટકા આપ્યા હતા. લિયામ લિવિંગસ્ટોન સ્ટંપ આઉટ થયો, ત્યારબાદ અર્થવ તાયડે પણ આઉટ થયો હતો. હરપ્રીત ભાટિયા અને કેપ્ટન સૈમ કરને આગળની ચાર ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. 15મી ઓવરમાં ઋતિક શૌકિન સામે સિક્સ ફટકારીને રનની ગતિ વધારી હતી અને અર્જુન તેન્ડુલકરની ઓવરનું સિકર્સ સાથે સ્વાગત કર્યું હતું. અર્જુન તેન્ડુલકરની ઓવરમાં પંજાબને કુલ 31 રન મળ્યા હતા.
ગ્રીનની 18મી ઓવરમાં ચોથી બોલમાં ભાટિયા ક્લિન બોલ્ડ થયો પરંતુ ક્રીઝ પર આવેલા જિતેશ શર્માએ બે સિકર્સ ફટકારી હતી. કરને 19મી ઓવરમાં આર્ચરની સામે બે ચોગ્ગા મારીને પોતાની ફિફટી પૂરી કરી હતી. ત્યારબાદ છેલ્લા બોલમાં કરન આઉટ થઈ ગયો હતો.જ્યારે જીતેશ શર્માએ છેલ્લી બોલમાં બે સિકર્સ મારીને 200 રન સુધી સ્કોર પહોંચાડી દીધો હતો.પંજાબનો 20 ઓવરમાં કુલ 213 રન પહોંચ્યો હતો.
રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડી મેદાનમાં વિશાળ પડકારનો પિછો કરતા મુંબઈની બેટિંગ ઈનીંગની શરુઆત કરી હતી. જોકે બીજી ઓવરના પ્રથમ બોલે જ મુંબઈને મોટો ઝટકો લાગ્યો હતો. મુંબઈએ પ્રથમ વિકેટ ઈશાન કિશનના રુપમાં ગુમાવી હતી. ઈશાન માત્ર 1 જ રન નોંધાવીને બાઉન્ડરી પર મેથ્યૂ શોર્ટના હાથમાં કેચ ઝડપાયો હતો. રોહિત શર્માએ 27 બોલનો સામનો કરીને 44 રન નોંધાવ્યા હતા. રોહિતે 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.
કેમરન ગ્રીને 43 બોલનો સામનો કરીને 67 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. કેમરન ગ્રીને રોહિત શર્માના આઉટ થવા બાદ સૂર્યા સાથે મળીને ટીમની જવાબદારી સ્વિકારી હતી. ગ્રીન અને સૂર્યાએ મેચને રોમાંચક મોડમાં રાખી હતી. સૂર્યાએ 26 બોલમાં 57 રન નોંધાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ટિમ ડેવિડે અણનમ 25 રન 13 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. તિલક વર્માએ 3 રન અને નેહલ વઢેરાએ શૂન્ય રન નોંધાવ્યા હતા.