Today News

punjab kings beats mumbai indians, અર્શદીપની ઘાતક બોલિંગ જોઈ આ 2 પૂર્વ ભારતીય ક્રિકેટરે કર્યા વખાણ, કહી દીધી મોટી વાત – anil kumble and parthiv patel statement for arshdeep singh punjab kings bowler

punjab kings beats mumbai indians, અર્શદીપની ઘાતક બોલિંગ જોઈ આ 2 પૂર્વ ભારતીય ક્રિકેટરે કર્યા વખાણ, કહી દીધી મોટી વાત - anil kumble and parthiv patel statement for arshdeep singh punjab kings bowler


મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના ઘાતક બોલર અર્શદીપ સિંહે જોરદાર બોલિંગ કરી હતી. તેમણે છેલ્લી ઓવરમાં મુંબઈના 2 બેટ્સમેનને ક્લિન બોલ્ડ કરી નાખ્યા હતા. તે વખતે અર્શદીપે બોલિંગ કરી સ્ટમ્પના ટૂકડે ટુકડાં કરી નાખ્યા હતા. અર્શદીપની આવી ઘાતક બોલિંગ જોઈને પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપે વાનખેડે સ્ટેડિયમમાં માત્ર વિકેટ જ નહતી લીધી, પરંતુ સટીક યોર્કરથી તેણે સ્ટમ્પને પણ તોડી નાખ્યું હતું. જોકે, પંજાબે મુંબઈ સામે આ મેચને 13 રનથી જીતી લીધી હતી. બીજી તરફ 215 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈની ટીમ 6 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી હતી. કારણ કે, છેલ્લી ઓવરમાં અર્શદીપે જોરદાર ઘાતક બોલિંગ કરી હતી ને તેણે માત્ર 2 જ રન આપ્યા હતા. જ્યારે 2 વિકેટ ઝડપી હતી.

છેલ્લી ઓવરમાં અર્શદીપે સંભાળી બાજી
મહત્વનું છે કે, મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. તે વખતે તિલક વર્મા સ્ટ્રાઈક પર હતો. ત્યારે અર્શદીપે ત્રીજા બોલ પર તેનું સ્ટમ્પ ઉડાડી વિકેટ લીધી હતી. ત્યારબાદ સ્ટમ્પના 2 ટુકડા થઈ ગયા હતા. ત્યારપછીના બોલ પર અર્શદીપે નેહાલ વઢેરાને પણ ક્લિન બોલ્ડ કરી પેવેલિયનભેગો કર્યો હતો. આ રીતે અર્શદીપ 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી પંજાબનો સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. અર્શદીપની આવી ઘાતક બોલિંગ જોઈને પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે કહ્યું હતું કે, અર્શદીપે શરૂઆતમાં ઈશાન કિશનની વિકેટ લીધી હતી. જોકે, મેચ તે વખતે પલટાઈ ગઈ. જ્યારે અર્શદીપે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. તેની ઘાતક બોલિંગથી સ્ટમ્પના ટૂકડે ટૂકડાં થઈ જતાં નવા સ્ટમ્પ મગાવવામાં આવ્યા હતા. આવા સમયે અર્શદીપે પ્રેશરમાં બોલિંગ કરી ટીમને જીત અપાવી હતી.

પૂર્વભારતીયલેગ સ્પીનરે કહી મોટી વાત
બીજી તરફ પૂર્વ ભારતીય લેગ સ્પીનર અનિલ કુંબલેએ પણ અર્શદીપની ઘાતક બોલિંગના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સતત યોર્કર નાખવું એ સરળ કામ નથી. જોકે, અર્શદીપે પંજાબ માટે પહેલા પણ એવું કર્યું છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી આવી ભૂમિકા નિભાવી રહ્યા છે, પરંતુ મુશ્કેલ સમયમાં બોલિંગ કરવી એ અવિશ્વસનીય છે. છેલ્લી ઓવરમાં અર્શદીપને 15 રન બચાવવાના હતા. તે સમયે મેદાન પર ટીમ ડેવિડ પણ ઉપસ્થિત હતો, જે છગ્ગાઓ માટે જાણીતો છે, પરંતુ બોલિંગ વખતે નોન સ્ટ્રાઈકર જ બેટિંગ કરી રહ્યા હતા એટલે અર્શદીપનું કામ સરળ થઈ ગયું હતું.

Exit mobile version