છેલ્લી ઓવરમાં અર્શદીપે સંભાળી બાજી
મહત્વનું છે કે, મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. તે વખતે તિલક વર્મા સ્ટ્રાઈક પર હતો. ત્યારે અર્શદીપે ત્રીજા બોલ પર તેનું સ્ટમ્પ ઉડાડી વિકેટ લીધી હતી. ત્યારબાદ સ્ટમ્પના 2 ટુકડા થઈ ગયા હતા. ત્યારપછીના બોલ પર અર્શદીપે નેહાલ વઢેરાને પણ ક્લિન બોલ્ડ કરી પેવેલિયનભેગો કર્યો હતો. આ રીતે અર્શદીપ 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી પંજાબનો સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થયો હતો. અર્શદીપની આવી ઘાતક બોલિંગ જોઈને પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે કહ્યું હતું કે, અર્શદીપે શરૂઆતમાં ઈશાન કિશનની વિકેટ લીધી હતી. જોકે, મેચ તે વખતે પલટાઈ ગઈ. જ્યારે અર્શદીપે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો. તેની ઘાતક બોલિંગથી સ્ટમ્પના ટૂકડે ટૂકડાં થઈ જતાં નવા સ્ટમ્પ મગાવવામાં આવ્યા હતા. આવા સમયે અર્શદીપે પ્રેશરમાં બોલિંગ કરી ટીમને જીત અપાવી હતી.
પૂર્વભારતીયલેગ સ્પીનરે કહી મોટી વાત
બીજી તરફ પૂર્વ ભારતીય લેગ સ્પીનર અનિલ કુંબલેએ પણ અર્શદીપની ઘાતક બોલિંગના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સતત યોર્કર નાખવું એ સરળ કામ નથી. જોકે, અર્શદીપે પંજાબ માટે પહેલા પણ એવું કર્યું છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી આવી ભૂમિકા નિભાવી રહ્યા છે, પરંતુ મુશ્કેલ સમયમાં બોલિંગ કરવી એ અવિશ્વસનીય છે. છેલ્લી ઓવરમાં અર્શદીપને 15 રન બચાવવાના હતા. તે સમયે મેદાન પર ટીમ ડેવિડ પણ ઉપસ્થિત હતો, જે છગ્ગાઓ માટે જાણીતો છે, પરંતુ બોલિંગ વખતે નોન સ્ટ્રાઈકર જ બેટિંગ કરી રહ્યા હતા એટલે અર્શદીપનું કામ સરળ થઈ ગયું હતું.