શો સિવાય વ્હાઇટમેને 54 રન બનાવ્યા હતા. રિકાર્ડો 47 અને એમિલો 30 રનનું યોગદાન આપીને તેણે પોતાની ટીમને 415 રન સુધી પહોંચાડી હતી. આ મેચમાં એક એન્ડ પર નોર્થમ્પટનશાયરની વિકેટો પડતી રહી અને શો બીજા એન્ડ પર બોલરોની ધોલાઈ કરતો રહ્યો હતો. આ કારણે નોર્થમ્પટનશાયરની ટીમ આઠ વિકેટ ગુમાવી હોવા છતાં 415 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી.
પૃથ્વી શોને એટલે જ ભાવી સ્ટાર મનાય છે
અંડર-19 સ્તરે મોટી સફળતા બાદ, શોએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારીને તેની વરિષ્ઠ કારકિર્દીની પણ આશાસ્પદ શરૂઆત કરી હતી. તેને ભારતીય ટીમમાં તકો મળવા લાગી અને તેણે પાંચ ટેસ્ટ, છ વનડે અને એક ટી20 મેચ રમી હતી. જોકે, ઈજાઓ અને ખરાબ ફોર્મના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે મેદાનની બહાર વિવાદોમાં પણ ફસાઈ ગયો અને ભારત માટે તેની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.
પૃથ્વી શો હવે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને કમબેકની આશા સાથે આ સિઝન માટે ઇંગ્લિશ કાઉન્ટી નોર્થમ્પટનશાયરમાં જોડાયો છે. ઈજા અને ખરાબ ફોર્મના કારણે તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે મેદાનની બહાર વિવાદોમાં પણ ફસાઈ ગયો અને ભારત માટે તેની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. શો હવે સ્થાનિક ક્રિકેટ રમે છે અને કમબેકની આશા સાથે આ સિઝન માટે ઇંગ્લિશ કાઉન્ટી નોર્થમ્પટનશાયરમાં જોડાયો છે.
પૃથ્વી શોએ જણાવ્યું મોટુ રહસ્ય
દિલ્હી કેપિટલ્સ સ્ટારે ખુલાસો કર્યો કે તેણે ક્યારેય કોઈની સામે ખુલીને વાત કરી નથી. “દરેક વ્યક્તિ એકબીજા સાથે વાત કરે છે. પરંતુ ખુલ્લેઆમ… ભાગ્યે જ. ઓછામાં ઓછું, મેં ક્યારેય કોઈની સાથે ખુલીને વાત કરી નથી. હા, બધી મજાક ચાલે છે. પરંતુ અંગત બાબતો ખાનગી છે.”
પૃથ્વી શો પિતા સાથે ખાસ ચર્ચા કરતો
મીડિયા સાથેની વાતચીતમાં પૃથ્વી શોએ કહ્યું કે “હું મારા પિતા સાથે વાત કરતો રહું છું. જો ક્રિકેટની વાત હોય તો હું મારા કોચ પ્રશાંત શેટ્ટીનો સંપર્ક કરું છું. હું તમને કહું છું કે, આજકાલ મેં મારા વિચારો લોકો સાથે શેર કરવાનું બંધ કરી દીધું છે. હું તે બધું અંદર જ રાખું છું.” તેણે કહ્યું કે તે લોકો સાથે સરળતાથી ઓપન થઈ જતો હતો, પરંતુ હવે નથી થો. અગાઉ જ્યારે કોઈ મારી સાથે સરસ રીતે બોલે છે, ત્યારે હું સરળતાથી બધુ શેર કરી દેતો હતો. પછીથી મને જાણવા મળ્યું કે કોઈ મારી પીઠ પાછળ આ જ વાતો ફેલાઈ રહી છે. એકવાર નહીં, ઘણી વખત આવું થયું છે. પછી તો હું પોતે સમજી ગયો કે આ દુનિયા જુદી રીતે કામ કરે છે.