Sapna Gill: છેલ્લાં કેટલાંક દિવસોથી પૃથ્વી શો અને સપના ગિલનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. બંને વચ્ચે વિવાદ થયા બાદ પોલીસ ફરિયાદ થતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ સ્થાનિક કોર્ટમાંથી જામીન મળતાં સપના ગિલે પૃથ્વી શો સામે મોરચો ખોલ્યો છે. તેણે આઈપીસીની વિવિધ 11 કલમો સાથે પૃથ્વી શો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પૃથ્વી શો અને સપના ગિલ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ જ લઈ રહ્યો નથી.