ટીમ ઈન્ડિયામાં 537 દિવસ બાદ પુનરાગમન કરનારા પૃથ્વી શોને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 ક્રિકેટ સીરિઝ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા શુભમન ગિલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સીરિઝ પછી પૃથ્વી શોનો અભિનેત્રી સપના ગિલ અને તેના મિત્રો સાથે એક હોટલમાં વિવાદ થયો હતો. પૃથ્વી શો આ ઝઘડાને લઈને વિવાદોમાં આવ્યો હતો, જ્યારે સપના અને તેના મિત્રોની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન થવા પર પૃથ્વી શોએ આપ્યું મોટું નિવેદન
આ સમગ્ર મામલા બાદ પૃથ્વી શો પહેલીવાર સામે આવ્યો અને તેણે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવાને લઈને મોટું નિવેદન આપ્યું. તેણે કહ્યું હતું કે ખેલાડીઓને મળવા અને તેમની સાથે ટ્રેનિંગ કરવા માટે T20 ટીમમાં પાછા ફરવું ખૂબ જ સારું હતું. મેં તે કંપનીનો આનંદ માણ્યો. હા, મને તક મળી નથી એ વાત સાચી છે, પરંતુ ટીમમાં તક મળવી એ મારા માટે મહત્ત્વનું છે.

કેપ્ટન અને મેનેજમેન્ટ નક્કી કરે છે, પરંતુ મારા પ્રયત્નો ચાલુ છે
તેણે જણાવ્યું હતું કે ટીમમાં સામેલ કરવો કે નહીં તે બધું ટીમના કેપ્ટન અને મેનેજમેન્ટ પર નિર્ભર કરે છે, પરંતુ મેં તેનું સન્માન કર્યું હતું. કદાચ તેઓ મારા પહેલાની વ્યક્તિને થોડી વધુ તક આપવા માંગે છે. મને તેનો અફસોસ નથી. હું તકો શોધતો રહીશ કારણ કે મારી પાસે લક્ષ્યોની યાદી છે જે હું ભારતીય ટીમ સાથે હાંસલ કરવા માંગુ છું.
નોંધનીય છે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2022માં પૃથ્વી શોએ 363 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે રણજી ટ્રોફી મેચમાં 379 રનની રેકોર્ડ ઈનિંગ્સ રમી હતી. આ પછી સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ફેન્સે તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની હિમાયત કરી હતી.