વર્ષ 2004માં પાકિસ્તાન ગયા હતા
સૌરવ ગાંગુલીએ પોતાના પુસ્તકમાં કહ્યું કે ‘જ્યારે અમે વર્ષ 2004માં પાકિસ્તાન ગયા હતા ત્યારે અમારી માટે ઘણી સુરક્ષા હતી. મેં આટલી સુરક્ષા ક્યારેય જોઈ ન હતી. અમે લાહોરની એક હોટલમાં રોકાયા અને તે પોલીસોથી અભેદ કિલ્લામાં ફેરવાઈ ગયું હતું. પરંતુ તમને વિશ્વાસ નહીં થાય કે તે સુરક્ષા વચ્ચે પણ હું ભારતીય કેપ્ટન તરીકે તેને ચકમો આપી શક્યો અને હોટલની બહાર નીકળી ગયો હતો.
બજારમાં કેટલાક લોકોએ મને ઓળખી લીધો હતો
સૌરવ ગાંગુલીએ લખ્યું કે ‘મને ખબર હતી કે હું નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છું. પરંતુ બંદૂકો અને ટેન્કમાંથી બહાર નીકળવું જરૂરી હતું. અમારા કેટલાક મિત્રો પાકિસ્તાનની પ્રખ્યાત ગવાલમંડી જવાનું વિચારી રહ્યા હતા. જ્યાં પાકિસ્તાનનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ મળે છે અને આવી સ્થિતિમાં મેં પણ જવાનું વિચાર્યું હતું. મેં સિક્યોરિટી લોકોને કહ્યું પણ ન હતું અને માત્ર ટીમ મેનેજર રત્નાકર શેટ્ટીને કહ્યું હતું. તે સમયે હું કેપ પહેરી અને સાથે બહાર નીકળ્યો હતો, ત્યાં બજારમાં કેટલાક લોકોએ મને ઓળખી લીધો અને પૂછ્યું કે શું તમે સૌરવ ગાંગુલી છો… મેં કેટલાકને ના પાડી અને તેઓએ કહ્યું કે હું તેના જેવો જ દેખાઉં છું.’
પરવેઝ મુશર્રફે ફોન કરીને ગાંગુલીને ટકોર કરી હતી
આ રીતે સૌરવ ગાંગુલીએ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને ગવાલમંડીમાં ભોજન લીધું હતું, પરંતુ બીજા દિવસે આ વાત પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ સુધી પહોંચી ગઈ હતી. સૌરવ ગાંગુલીના જણાવ્યા અનુસાર બીજા દિવસે સવારે જ્યારે તેઓ તેમના હોટલના રૂમમાં હતા ત્યારે તેમને એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ તેમની સાથે વાત કરવા માગે છે. સૌરવ ગાંગુલીએ પુસ્તકમાં કહ્યું કે હું ચોંકી ગયો હતો કારણ કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે શું વાત કરવા માંગે છે. પરવેઝ મુશર્રફે મને ખૂબ નમ્રતાથી કહ્યું કે જો તમે આગલી વખતે બહાર જવા માંગતા હોવ તો સુરક્ષા કર્મચારીઓને જાણ કરો, અમે તમારા માટે વ્યવસ્થા કરીશું. પરંતુ હવે આ પ્રકારે આવા સાહસો ન કરો. અસ્વસ્થતા અનુભવતા, મને સમજાયું કે વસીમ અકરમનું ખતરનાક ઇન-કટર રમવું ઓછું મુશ્કેલ કામ હતું.
Read Latest Sports News And Gujarat News